________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૮૨ ]
[ સ્વાનુભૂતિદર્શન મુનિઓને ઉપસર્ગ આવે છે તો અંતર આત્મામાં ઊતરીને સ્વાનુભૂતિમાં ઝૂલતા હોય છે અને કેવળજ્ઞાન પ્રગટ કરે છે
અનંતભવ દેવના કર્યા, મનુષ્યના કર્યા તેમ જ કેટલાય પુણ્યના ને પાપના પ્રસંગ બન્યા, તેમાં કાંઈ નવું નથી. આ સંસારની અંદર જો કાંઈ બાકી રહી ગયું હોય તો એક આત્મા બાકી રહી ગયો છે, અર્થાત્ તેની સ્વાનુભૂતિ-સમ્યગ્દર્શન બાકી રહી ગયું છે. માટે જીવનમાં આ જ કરવા જેવું છે. બાકી બહારનું બધું જીવને મળી ચૂકયું છે, મળ્યા વગરનું કાંઈ બાકી નથી. પણ જીવ બધું ભૂલતો આવ્યો છે. જ્યાં જાય ત્યાં એક આત્માની પ્રાપ્તિ બાકી રહી ગઈ છે. માટે તેનો પુરુષાર્થ, તેની જ ભાવના કરવી.
દેહ છૂટતાં નાનાં નાનાં બાળકોને અહીંયાં છોડીને જાય અને છોકરાં પોતાના પુણ્યથી મોટાં થાય છે. જગતમાં તો આવું ઘણું જ બને છે. પોતે હિંમત રાખીને આત્માનું શરણ લેવું, ધર્મમાં ચિત્ત લગાવવું. ખરું તો આ કરવાનું છે. પુરુષાર્થ કરીને મન વાળવા જેવું છે. સૌના રસ્તે સૌ ચાલ્યા જાય છે, કોઈ કોઈને રોકી શકતું નથી. ઉ૫૨થી ઇન્દ્ર આવે કે નરેન્દ્ર આવે-કોઈ પણ આવે, આયુષ્ય પુરું થાય તેને કોઈ રોકી શકતું નથી. જીવ પોતાની મેળાએ ગતિ કરી ચાલ્યો જાય છે.
આ શ૨ી૨ પણ પોતાનું નથી તો બીજા સગાં-વહાલાં પોતાનાં કયાંથી થાય ? આ બધાં મારાં છે તેમ તેણે કલ્પનાથી માન્યું છે. આ શરીર પણ પોતાનું ધાર્યું કરતું નથી, કેમ કે તે પરદ્રવ્ય છે. આત્માનાં પરિણામ સુધારી, ખરું તો, મને પરથી સુખ નથી, સુખ આત્મામાં ભરેલું છે એમ સમજી પોતાને ધર્મ કરવા જેવો છે.
પોતાથી હિંમત રાખીને, હું મારા પોતાથી જ છું, કોઈ કોઈને શરણ આપતું નથી એમ સમાધાન કરવું તે જ ખરું કરવાનું છે.
વીજળીના ઝબકારા જેવું આ આયુષ્ય છે.
29
“વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; આ લક્ષ્મી વીજળી જેવી છે અને આયુષ્ય જળના તરંગ જેવું છે. “પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે જ્યાં ક્ષણનો પ્રસંગ. બહારમાં કયાંય રોકવા જેવું નથી. એક આત્માનું શરણ તે ખરું શરણ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
29