________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮]
[ સ્વાનુભૂતિદર્શન જો તે પૂર્ણ જ હોય તો સાધકદશા રહેતી નથી. તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ બધી અવસ્થાઓ તો થાય છે. તેથી તેનો જ્ઞાન વિવેક કરે છે કે કોઈ અપેક્ષાએ આ ગુણો ચૈતન્યના છે; ચારિત્રની પર્યાય પ્રગટે તે ચૈતન્યની છે, જ્ઞાનચારિત્ર વગેરે બધું ચૈતન્યમાં પ્રગટે છે. દ્રવ્ય ઉપર દષ્ટિ મૂકવાથી બધું પ્રગટે છે, માટે નવતત્ત્વની પરિપાટી છોડીને મને એક આત્મા પ્રગટ થાવ. નવતત્ત્વની પરિપાટી ઉપર દષ્ટિ મૂકવાની નથી, આત્મા ઉપર દષ્ટિ મૂકવાની છે. આત્મા ઉપર દષ્ટિ મૂકવાથી બધી નિર્મળ પર્યાયો પ્રગટે છે, પણ તે પર્યાયનો આશ્રય લેવાનો નથી. જેમ વિભાવ જુદો છે એવી રીતે નિર્મળ પર્યાયો જુદી નથી. સ્વાનુભૂતિનું વેદન-વીતરાગદશાનું વેદન-આવે છે. માટે જેવી રીતે વિભાવથી જુદું પડવાનું છે એવી રીતે શુદ્ધ પર્યાયથી જુદું પડવાનું નથી. આમ બધી અપેક્ષાએ સમજવું. ૯૮. પ્રશ્ન:- રાગથી છૂટાં પડતાં રાગ ચાલ્યો જાય છે અને શુદ્ધ પર્યાય જેટલો હું નથી એમ સ્વીકારતાં શુદ્ધતાની વૃદ્ધિ થાય છે-એમ શું આપનું કહેવું છે ? સમાધાન - રાગથી છૂટા પડતાં અંદર ચૈતન્યમાં શુદ્ધ પર્યાયો પ્રગટે છે અને શુદ્ધિની વૃદ્ધિ પણ થાય છે. પણ તેની ઉપર દષ્ટિ આપવાથી કે તેનો આશ્રય કરવાથી તે પ્રગટ થતી નથી. આશ્રય દ્રવ્યનો લે તો જ શુદ્ધાત્માની પર્યાયો પ્રગટે છે. માટે દષ્ટિ તો એક પૂર્ણ ઉપર જ રાખવાની છે. પર્યાયો ઉપર કે ગુણો ઉપર દષ્ટિ રાખી તેમાં રોકાવાનું નથી.-પર્યાયો ઉપર દષ્ટિ રાખવાની નથી પણ જ્ઞાનમાં રાખવાનું છે કે આ પર્યાયો ચૈતન્યના આશ્રયે પ્રગટ થઈ છે, તે કાંઈ જડની નથી-તેમ જ્ઞાન યથાર્થ કરવું. દષ્ટિ પૂર્ણ ઉપર રાખી જ્ઞાન યથાર્થ કરવું, તો તેની સાધકદશાની પર્યાય યથાર્થપણે પ્રગટે છે. જ્ઞાનમાં સર્વ અપેક્ષાએ એમ જ હોય કે હું પૂર્ણ જ છું, તો પછી કાંઈ કરવાનું જ રહેતું નથી અને તેથી તેમાં ભૂલ પડે છે. દષ્ટિ પૂર્ણ દ્રવ્ય ઉપર હોય, અને જ્ઞાનમાં એમ હોય કે મારી પર્યાય હજી અધૂરી છે. એમ જ્ઞાનમાં હોય તો સાધકદશા પ્રગટે છે, નહિ તો જ્ઞાન ખોટું થાય છે. રાગ મારાથી જુદો છે, પણ થાય છે ચૈતન્યના પુરુષાર્થની નબળાઈથી; એ રીતે બધું ખ્યાલમાં રાખે તો પુરુષાર્થ ઊપડે છે અને એમાં આનંદદશા; વીતરાગદશા આદિ બધું પ્રગટે છે. પહેલાં દૃષ્ટિની અપેક્ષાએ બે ભાગ પડે છે. પછી જ્ઞાન બધાનો વિવેક કરે છે. ગુરુદેવે અનેક પ્રકારે સમજાવ્યું છે, ગુરુદેવે પરમ ઉપકાર કર્યો છે. બધી અપેક્ષાઓ ગુરુદેવે સમજાવી છે. ૯૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com