________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪]
[ સ્વાનુભૂતિદર્શન ગૃહસ્થાશ્રમમાં એની દશા પલટી જાય, પણ એવી જાતની લીનતાનું જોર નથી કે જેથી ભૂમિકા પલટાઇ જાય, પણ તેની તે ભૂમિકામાં લીનતાનું જોર વધે છે એટલે અંતરમાં જાય છે.
ચારિત્રદશા આવે છે ત્યારે સ્વરૂપના આશ્રયનું જોર વધે છે, તેની સાથે લીનતાનું જોર વધે છે એટલે મુનિદશા આવે છે. પV૯. પ્રશ્ન- જ્ઞાન ગુણભેદ તથા પર્યાયભેદને સ્વપણે જાણે છે ? સમાધાનઃ- સ્વપણે એટલે કે ગુણ-પર્યાય મારા સ્વરૂપમાં છે તેમ જ્ઞાન જાણે છે. આ ગુણભેદ ને આ પર્યાયભેદ એમ કટકા નથી; પણ લક્ષણભેદ છે ને અંશ અને અંશીનો ભેદ છે તેમ જ્ઞાન જાણે છે. જેવી રીતે ગુણ-પર્યાયનું સ્વરૂપ છે તેમ જાણે છે. પ૧૦. પ્રશ્ન:- પરવસ્તુ જાણે તેમાં ઇષ્ટ-અનિષ્ટ ન કરવું તે પકડાય છે અને પરવસ્તુને જ્ઞાન જાણે છે એટલું પણ પકડાય છે; પરંતુ અંદર પૂર્ણજ્ઞાન છે તે કેવી રીતે પકડવું ? સમાધાન- પૂર્ણજ્ઞાન તો વિચાર કરીને નક્કી થાય. તે જ્ઞાન પ્રગટ નથી, પણ શક્તિરૂપે છે. જાણનાર જે તત્ત્વ છે તે અનાદિથી છે. તે જાણનાર તત્ત્વ એવું હોવું જોઈએ કે તે પૂરું જાણે, અધૂરું જાણે નહીં. જેમ આ જડ તે કાંઈ જાણતું નથી, તેમાં જાણવાનો કોઈ અંશ નથી તેમ આ જાણનાર વસ્તુ છે તેમાં “ન જાણવું” એમ ન આવે. જે જાણે તે પૂરું જાણે જ,–તેનામાં પૂરું જાણવાની શક્તિ હોય જ. પણ અત્યારે તે રાગ-દ્વેષ ભ્રાન્તિમાં રોકાઈ ગયો છે એટલે પૂરું જાણી શકતો નથી; છતાં પણ તેનો જ્ઞાનસ્વભાવ નાશ પામ્યો નથી. પર્યાયમાં જ્ઞાન અધૂરુંઓછું થઈ ગયું છે, પરંતુ પૂરું જાણવાની તેનામાં શક્તિ છે. પોતે તેનો સ્વભાવ ઓળખીને, તત્ત્વ ઓળખીને નક્કી કરે કે પૂરું જાણવાનું કાર્ય અત્યારે નથી, પણ શક્તિ પૂરું જાણવાની છે. શક્તિને કોઈ આડખીલ-અટક ન હોય કે આટલું જાણે અને આટલું ન જાણે. પોતે પૂરેપૂરું જાણે, નહીં જાણવાનો ભાગ તેમાં ન આવે. જેમ જડમાં કોઈ જાણવાનો ભાગ નથી, તેમ જાણનારમાં કોઈ નહિ જાણવાનો ભાગ નથી, પૂરેપૂરું જાણે. આ વાત યથાર્થ છે કે નહિ તે યુક્તિથી નક્કી કરે તો થઈ શકે છે.
આખા લોકાલોકને એક સમયની અંદર કમ પડ્યા વગર સહજ જાણે એવો તેનો સ્વભાવ છે. પ૧૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com