________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[૧૫૭
દરેક દ્રવ્ય સ્વતંત્ર છે.-આમ બધું ચિંતવન જ્ઞાયકની સિદ્ધિ માટે કરે.
મારો જ્ઞાયક જ્ઞાયકરૂપે કેમ પરિણમી જાય તેવી ભાવના નિરંતર હોય. ચિંતવન-મનન વારંવાર તેનું જ હોય છે. ક્ષણે ક્ષણે શાયકનું ચિંતવન-મનન રહે એવો તેનો પ્રયત્ન હોય છે, તેમાં તે થાકતો નથી પણ પ્રયત્ન ચાલુ જ રાખે છે. ર૬. પ્રશ્ન:- એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ભિન્નતા ગુરુદેવ અને આપના પ્રતાપે મુમુક્ષુને થોડી થોડી ખ્યાલમાં આવી. પણ દ્રવ્ય-ગુણ-પર્યાયની કેવી રીતે ભિન્નતા કરીને અનુભવ કરવો તે વિષયમાં અમને માર્ગદર્શન આપો.
સમાધાનઃ- એક દ્રવ્યથી બીજું દ્રવ્ય અત્યંત જુદું છે, તેમને પ્રદેશભેદ છે. અને વિભાવ તે પોતાનો સ્વભાવ નથી. માટે શાસ્ત્રમાં ભેદજ્ઞાન કરવાનું આવે છે કે વિભાવથી વિભક્ત થા પણ ગુણ-પર્યાયથી ભેદજ્ઞાન કરવાનું નથી આવતું. આત્માના ગુણ-પર્યાયનાં લક્ષણો ઓળખીને, તેમનું જ્ઞાન કરીને, તેના ભેદમાં ન રોકાતાં એક અખંડ ચૈતન્ય ઉપર દષ્ટિ મૂકવાથી તેમાં જે અનંત ગુણ છે તેની શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. ગુણ-પર્યાયથી ભેદજ્ઞાન કરવાનું રહેતું નથી, પણ તેનું જ્ઞાન કરવાનું રહે છે.
આત્મા અનંત ગુણથી ગૂંથાયેલુ, અભેદ તત્ત્વ છે. તેમાં અનંતા ગુણો કેવી જાતના છે, જ્ઞાનનું જાણપણું લક્ષણ, આનંદનું નિરાકુળતા લક્ષણ, ચારિત્રનું સ્થિરતા લક્ષણ. જ્ઞાન જાણવાનું કાર્ય કરે, આનંદ આનંદનું કાર્ય કરે. એ રીતે ગુણો તેના કાર્ય અને લક્ષણ ઉ૫૨થી ઓળખી શકાય છે. તેને ઓળખીને ગુણભેદમાં રોકાવું તે રાગમિશ્રિત વિકલ્પ છે. તે વચ્ચે આવ્યા વગર રહે નહિ, પણ એક અખંડ ચૈતન્ય ઉ૫૨ દૃષ્ટિ કરીને ત્યાં સ્થિર થાય તો તેને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. વિકલ્પ તોડીને હું નિર્વિકલ્પ તત્ત્વ છું, એમ સામાન્ય અસ્તિત્વ ઉ૫૨ નિઃશંક દષ્ટિ કરી તેમાં સ્થિરતા-લીનતા-આચરણ કરે તો સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. બે દ્રવ્યો જુદાં છે તે તો દેખાય છે, છતાં પણ ભેદજ્ઞાન તો ૫૨થી ને વિભાવથી કરવાનું રહે છે ને ગુણ-પર્યાયનું જ્ઞાન કરવાનું છે. આત્મા અનંતઅનંત શક્તિઓથી ભરેલો છે. અનંતા દ્રવ્યો તેની નિકટમાં છે. તો પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. તેના અનંતા ગુણો-ધર્મો છે તે બધાનું જ્ઞાન કરવા માટે તેનાં લક્ષણો અને કાર્યો ઓળખવાં. પછી તેના ભેદવિકલ્પમાં રોકાવાનું નથી. ગુણો તો પોતાનું સ્વરૂપ છે, તે પોતાથી જુદા નથી. માટે તેનું જ્ઞાન કરીને ગુણ
ભેદોમાં કે પર્યાયભેદમાં નહિ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com