________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[૧૭૩ નથી. તે આલંબનમાં મુખ્યપણે દ્રવ્ય ઉ૫૨ જે જોરદાર દૃષ્ટિ હતી તે એમ ને એમ સહજ પરિણતિરૂપે થઈ જાય છે. પછી ત્યાં આલંબન લેવાની જરૂર નથી. જે આશ્રય લીધો તે આશ્રયરૂપે પોતે પરિણમી જાય છે.
સમ્યગ્દર્શન કે સાધકદશામાં આત્મા જ તેને આશ્રયભૂત છે. તેને આત્માના આશ્રયથી જ સંવર-નિર્જરા થાય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર બધું આત્માના આશ્રયે થાય છે. અર્થાત્ સમ્યગ્દર્શનના આશ્રયમાં આત્મા છે, સમ્યજ્ઞાનના આશ્રયમાં આત્મા છે ને ચારિત્રના આશ્રયમાં પણ આત્મા જ છે, બધામાં આત્મા છે. જોકે બહારની ભૂમિકા પ્રમાણે અણુવ્રતના ને પંચમહાવ્રતના શુભભાવો હોય, પણ અંતરમાં જે યથાર્થ ચારિત્ર પ્રગટે છે તે આત્માના આશ્રયથી જ પ્રગટે છે. ચારિત્રમાં, સંવરમાં, પ્રત્યાખ્યાન વગેરેમાં આત્માનો આશ્રય છે. ખરેખર બધું અંદર આત્માના આશ્રયથી જ થાય છે. આત્માનું જે આલંબન લીધું તે ઠેઠ સુધી રહે છે. શ્રેણી ચડીને કેવળજ્ઞાન થાય અને નૃત્યકૃત્યદશા થઈ જાય પછી કાંઈ કરવાનું રહેતું નથી, તે આલંબન સહજ પરિણતિરૂપે-આત્મામાં આત્મારૂપેપરિણમી જાય છે. જેવું સ્વરૂપ છે તેવું પ્રગટરૂપે સિદ્ધદશામાં પરિણમી જાય છે. તે પછી આલંબનનો પ્રયત્ન કરવાનું રહેતું નથી, આલંબન સહજરૂપે પરિણમી જાય છે. ૩૦૪.
પ્રશ્ન:- સાધક આત્માઓને તો વિશ્વાસ આવી ગયો કે જ્ઞાયકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય; પણ જેઓ સાધકદશાએ પહોંચ્યા નથી તેવા જીવોએ તેને પહોંચવા માટે શું કરવું ?
સમાધાનઃ- જેઓ સાધકદશામાં નથી પહોંચ્યા તેમણે તેનો અભ્યાસ કરવો. આત્માનો આશ્રય લેવાય તો જ સમ્યગ્દર્શન થાય એમ જાણે અને આશ્રય કરે તો સ્વાનુભૂતિ થાય. વસ્તુ સ્વરૂપ તેના જ્ઞાનમાં આવે તો નક્કી કરીને તે જાતનો પ્રયત્ન કરે. આત્માના આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે, બીજી કોઈ રીતે સમ્યગ્દર્શન થતું નથી; માટે આત્માનો આશ્રય કેમ લેવાય તે માટે પ્રયત્ન કરે, તે જાતનો વૈરાગ્ય લાવે, મહિમા લાવે, તત્ત્વનો વિચાર કરે, તેની જિજ્ઞાસા કરે, ભૂમિકાવાળાને માટે આ છે. જેને પ્રગટ થયું તેને કેવી રીતે પ્રગટયું? તેને કેવી સ્વાનુભૂતિ થઈ ? તે જાણીને તેની મહિમા લાવે અને તે માર્ગે જવાનો પોતે પ્રયત્ન કરે. જિજ્ઞાસુ માટે આ છે કે તે વિભાવથી છૂટો પડે, વૈરાગ્ય લાવે, તત્ત્વના વિચાર કરે, તત્ત્વનો નિર્ણય કરે, દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર કરે અને આત્માનું આલંબન લે. આલંબનમાં દ્રવ્ય છે અને તેની સાથે પર્યાયની પરિણતિ પ્રગટ થાય છે. પર્યાયનું વેદન થાય
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com