________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨]
[ સ્વાનુભૂતિદર્શન સમાધાન:- અંતરમાં તેણે ધીરા થઈને, સૂક્ષ્મ થઈને ઊંડું જાવું પડે તે નથી જતો અને અનાદિનો એનું એ કર્યા કરે છે તેથી અઘરું પડે છે. પોતે અંદર વિચારીને જોવે કે પોતે કયા કારણથી રોકાયેલો છે, તે તો પોતે જ પકડી શકે એમ છે. પોતે રોકાયેલો છે, કોઈ રોકતું નથી. ૩૦૧. પ્રશ્ન:- પલટવું એટલું બધું આકરું છે કે પલટો થતો જ નથી? સમાધાન- અનાદિનો બીજો અભ્યાસ છે એટલે આકરું લાગે છે; પણ આકરું નથી, સહજ છે. પોતાની આળસ છે તેથી જાગતો જ નથી. બાકી જાગવાનું પોતાના હાથમાં છે. ગુરુદેવની વાણીએ બધાને જાગૃત કરી દીધા તે બધાને આત્મા તરફની રુચિ થઈ; પણ પછી પુરુષાર્થ કરવાનો પોતાના હાથમાં રહે છે. સંસાર નિઃસાર છે, આત્મા જ એક સારભૂત છે. કેટલાય જીવોને રૂચિ થઈ; પણ પછી આગળ જવું તે પોતાના હાથની વાત છે. ૩૨. પ્રશ્ન- કેવા પ્રકારે ઊપડેલો જીવ આગળ જઈ શકે ? સમાધાનઃ- બીજા કોઈ હેતુથી-કોઈ મોટાઈ આદિના પ્રયોજનથી-ઊપડેલો ન હોય, પણ બધું યથાર્થ સમજીને એટલે કે દ્રવ્ય-ગુણ-પર્યાયનું જેવું સ્વરૂપ છે તેવું બરાબર સમજીને એક આત્માના પ્રયોજનથી ઊપડેલો હોય તે આગળ જઈ શકે છે. ચારે પડખેથી ચારે બાજુથી સમજણપૂર્વક દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ સમજીને, અને એક મારે આત્માનું જ કરવું છે, આ બધું દુઃખરૂપ છે, આત્મા જ સુખરૂપ છે, એમ અનેક રીતે યથાર્થપણે ઊપડેલો હોય તો તે આગળ જાય છે. કોઈ બીજી જાતની આશા, કીર્તિ-પિપાસા વગરનો અને સમજણપૂર્વક ઊપડેલો હોય તે આગળ જાય છે. ૩૦૩. પ્રશ્ન:- આશ્રયભૂત તત્ત્વનું અવલંબન લેતાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાય પ્રગટ થાય છે. આ અવલંબન સાધકદશામાં જ હોય છે કે સિદ્ધદશામાં પણ ચાલુ રહે છે? તે સમજાવવા કૃપા કરશોજી. સમાધાન- સાધકદશામાં જ્ઞાયકનું અવલંબન રહે છે તે અવલંબન સિદ્ધદશામાં પરિણતિરૂપ રહી જાય છે. તેમાં તેને પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. સાધકદશામાં તે પ્રયત્નરૂપ છે. આત્માનું આલંબન સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધી લીધું તેમાં આત્મા જ તેને મુખ્યપણે તેની દષ્ટિમાં રહ્યો, તેના આશ્રયમાં રહ્યો. સિદ્ધદશા સુધી તેણે બળવાનપણે આત્માને ગ્રહણ કર્યા છે, પછી તેને પ્રયત્ન કરવાની જરૂર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com