________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭૧
બહેનશ્રીનીતત્ત્વચર્ચા] પ્રશ્ન:- બંધન તોડવા આપની પાસે બધા આવે છે. સમાઘાન - બંધન તોડવું તે પોતાના હાથની વાત છે, બીજા તોડી દેતા નથી. શાસ્ત્રમાં આવે છે કે “કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી.' હું જુદો, હું જુદો એમ ભાવના કરે, વિચારશૃંખલા કર્યા કરે તેનાથી બંધન તૂટતું નથી. ભલે બીજી ભાવના કરે તેના કરતાં જુદો છું-જુદો છું એમ વિચારો-ભાવના કર્યા કરે તે ઠીક છે; પણ જુદા પડવાનો પ્રયત્ન કરે તો જુદો પડે. જેમ બેડીનું બંધન છે.બંધન છે અને તે તોડવું છે એમ વિચાર કર્યા કરે તો બંધન ન તૂટે; પરંતુ તોડવાનું કાર્ય કરે તો જ તૂટે છે. તેવી રીતે મુમુક્ષુતા હોય તેથી ભાવના કર્યા કરે કે હું જુદો છું. આ મારું સ્વરૂપ નથી, સ્વરૂપ કયારે પ્રગટ થાય?– એમ વિચાર કર્યા કરે; પણ વિચારમાત્રથી કાંઈ થતું નથી. વિચાર તેને એક બાહ્ય સાધન તરીકે બને; પણ તોડવું તો પોતાના હાથની વાત છે અને તોડયા વગર બંધન તૂટતું નથી. ૨૯૮. પ્રશ્ન:- આવે છે ને ? કે જ્ઞાનીનો એક શબ્દ કાને પડે અને અંદરમાં પલટો ખાઈ જાય. સમાધાનઃ- પોતાના પુરુષાર્થની પલટો ખાય છે, પુરૂષાર્થ વગર પલટો ખાતો નથી. માટે બધામાં ઉપાદાન પોતાનું છે. ગુરુદેવ કહે છે ને? કે ઘણીવાર ભગવાન મળ્યા; પણ પોતાની ખામીને લઈને પલટ્યો નહિ. ભગવાનનું નિમિત્ત તો જોરદાર હતું, ગુરુદેવનું નિમિત્ત પણ જોરદાર હતું, પણ પલટો પોતે ખાતો નથી. ર૯૯. પ્રશ્ન- ભાવના તો છે કે પલટો ખાવો છે, પણ પુરુષાર્થ ઊપડતો નથી ? સમાધાન - બેડીથી મૂંઝાયેલો હોય તે બેડી તોડવાનો માર્ગ ગોત્યા વગર રહેતો જ નથી. પોતે મૂંઝાણો છે કે આ બેડી કેમ તૂટે? તો તેનો માર્ગ ગમે તેમ કરીને અને ગમે તે સાધનો ભેગાં કરીને તોડ્યા વગર રહેતો જ નથી, તેમ ખરો મૂંઝાયેલો હોય તે છૂટયા વગર રહેતો જ નથી. ખરી પોતાને અંદરથી લાગી નથી, તીવ્ર તાલાવેલી નથી. ખરી લાગે તો તોડવાનો પ્રયત્ન પોતે જ કરે છે. ૩OO. પ્રશ્ન- એમ થાય કે ગુરુદેવ તથા આપ મળ્યાં છો તો વારંવાર પરિચય કરીએ, પાસે જઈને લાભ લઈએ તથા સાંભળવાનું, વાંચવાનું આદિ બધું કરીએ છીએ; પણ આ પલટો ખાવાની વાત અઘરી પડે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com