________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦]
[સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- શું હુંઠ કે ઉતાવળ કામ ન આવે ? સમાધાન - ઉતાવળ કામ ન આવે ને હઠ કરે તો પણ કામ ન આવે. અંદરથી પોતાને સહજ લાગવું જોઈએ તો થાય. કામ થાતું નથી માટે ઉતાવળ કે હઠ કરે; આકુળતા કે મૂંઝવણ કરે તો કાંઈ થાતું નથી. તેને ભાવના થાય, અને ભાવના હોવા છતાં માર્ગ દેખાતો નથી તેથી મૂંઝવણ પણ થાય; છતાં મૂંઝવણ એવી ન હોવી જોઈએ કે પોતે નાસીપાસ થઈ જાય. ૨૯૪. પ્રશ્ન- આત્મા હાથમાં ન આવે ત્યારે કયું પ્રેરક બળ કામનું? તે શું કામ કરે ? સમાધાનઃ-આત્મા હાથમાં ન આવે ત્યાં સુધી વારંવાર પ્રયાસ કર્યા કરવો. હું તો જુદો છું એવા વિચારો કર્યા કરે. પ્રેરણા માટે કરવાનું આ એક જ છે, બીજું નથી. તેની મહિમાં ન આવે તો મહિમા લાવે, સ્વભાવ ઓળખવાનો પ્રયત્ન કરે. જિનેન્દ્રદેવે શું કહ્યું? ગુરુએ શું કહ્યું? તે ઉપદેશ યાદ કરે. ગુરુદેવે તો પુરુષાર્થ પ્રગટ થાય તેવી ઘણી પ્રેરણા આપી છે. તે ઉપરાંત શાસ્ત્ર-સ્વાધ્યાય કરે ને વિચાર કરે. પણ કરવાનું અંતરમાં છે. બહાર થોડી સ્વાધ્યાય કરીને કે આ બધું વિચાર-વાંચન કરીને મેં ઘણું કર્યું છે એમ માને તો ન થાય, કેમ કે કરવાનું અંતરમાં છે. ગુરુદેવનો ઉપદેશ જોરદાર, પુરુષાર્થ ઊપડે તેવો પ્રેરણાદાયક હતો. તું જોર કર.-એમ જોરદાર સિંહગર્જના કરતા. નિમિત્ત તો બળવાન હતું, પણ પોતે જ કર્યું નથી. પોતાની આળસને લઈને પોતે ચૈતન્યને નીરખતો નથી. “નિજ નયનની આળસે. રે, મેં નીરખ્યા ન નયને હરિ” પોતાની આળસને લઈને પોતે જોતો નથી, પણ પોતે જ છે. ૨૯૫. પ્રશ્ન:- બધા મુમુક્ષુને આ કરવાની ભાવના છે, માટે તો વારંવાર દોડી દોડી આવે છે ને ? સમાધાનઃ- ભાવના છે, પુરુષાર્થ નથી. ભાવના કર્યા કરે છે, પણ માર્ગને પોતે અંતરમાંથી પુરુષાર્થ કરીને પ્રગટ કરતો નથી. માત્ર ભાવના કર્યા કરે છે. ૨૯૬. પ્રશ્ન- ભાવના કરવી સહેલી પડે છે અને પુરુષાર્થ કરવો અઘરો પડે છે? સમાધાન:- પુરુષાર્થ અઘરો પડે છે, જેવું વસ્તુનું સ્વરૂપ છે તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ. આવે છે ને? કે મને બંધન છે...બંધન છે. એમ વિચાર કર્યા કરે તો બંધન તૂટતું નથી. બંધનને તોડે તો બંધન તૂટે છે. ૨૯૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com