________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧૬૯ માંગે છે. પામ્યા પછી ટકાવી રાખવું તેના કરતાં પામવું વધારે વિકટ છે. સમકિત પામ્યા પછી ટકાવવાનું વિકટ છે, પણ જેને પુરુષાર્થ ચાલતો હોય તેને વિકટ નથી. જેનો પુરુષાર્થ છૂટી જતો હોય તેને ટકાવવું વિકટ છે. જે અપડિવાહીએઅપ્રતિહતધારાએ ઊપડ્યો હોય, ચારે પડખેથી ઊપડેલો હોય, તેને ટકાવવું વિકટ નથી, પણ જે ચારે પડખેથી ઊપડ્યો ન હોય તો તેને વિકટ છે. છતાં પણ પહેલી ભૂમિકા વધારે વિકટ છે. અનંતા જીવોએ ભેદજ્ઞાન પ્રગટ કર્યું, ચારિત્રદશા પ્રગટ કરી અને મોક્ષે ગયા. કારણ કે પોતાનો સ્વભાવ છે. પોતાનો સ્વભાવ હોવાથી વિકટ લેવા છતાં, ન બની શકે તેવું નથી. પોતે પુષાર્થ કરે તો થઈ શકે તેવું છે. ર૯૦. પ્રશ્ન- સમ્યગ્દર્શન થયા પહેલાં સ્વભાવનો મહિમા આવે ? સમાઘાન- સ્વભાવનો યથાર્થ મહિમા વિકલ્પ તૂટે ત્યારે આવે છે. પણ તે પહેલાં વિચાર કરી નિર્ણય કરે તેમાં પણ તેને મહિમા તો આવે છે. યથાર્થ મહિમા તો
સ્વરૂપમાં લીન થાય, સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય ત્યારે આવે છે. છતાં પોતે વિચારીને નક્કી કરે છે તેમાં પણ મહિમા આવે છે. ર૯૧. પ્રશ્ન:- શું તેણે પ્રયત્ન ચાલુ રાખવો ? સમાધાનઃ- તેણે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. જે ચારે બાજુથી ઊપડ્યો ન હોય ને કોઈ કારણસર ઊપડ્યો હોય તેને પુરુષાર્થ મંદ થવાનું કારણ બને છે. જે ચારે પડખેથી ઊપડ્યો હોય તેને પુરુષાર્થની ધારા ચાલે છે. તો પણ, પુરુષાર્થ તો તેને ઠેઠ સુધી અપડિવાહી–અપ્રતિહતધારાએ કરવો. ર૯૨. પ્રશ્ન- શું આત્મા પ્રાપ્ત કરવા તીવ્ર પુરુષાર્થની જરૂર છે? સમાધાન:- (હા), તીવ્ર પુરુષાર્થની જરૂર છે. જેને થાય તેને અંતર્મુહૂર્તમાં થાય અને ન થાય તો તેને માટે તીવ્ર પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ કરે તો થાય જ, ન થાય તેવું નથી, પણ પોતે કરતો નથી. અનંતા જીવો પુરુષાર્થ કરીને મોક્ષ ગયા છે. પર અને વિભાવ સાથેની એકત્વબુદ્ધિ દિવસ અને રાત ચાલ્યા કરે છે. તેમાંથી છૂટો પડીને જ્ઞાયકનો અભ્યાસ અમુક પ્રકારે કરે છે પણ તેનો અભ્યાસ અંદરથી સતત કરે તો થાય. સતત અભ્યાસ કયારે થાય? કે લગની લાગે તો થાય. ૨૯૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com