________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ ૨૫૧
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
માર્ગ અનાદિકાળથી અજાણ્યો છે. તેમાં જો ભગવાનની વાણી મળે અથવા ગુરુની સાક્ષાત્ વાણી મળે તો જ અંતરમાં સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. સ્વાનુભૂતિ પ્રગટ થાય તે કાંઈ છાની રહેતી હશે? તે પ્રગટ થતાં આખા જીવનનો પલટો થાય છે. અંધકાર અને પ્રકાશ જેમ પ્રતિપક્ષ છે, તેમ જુદું પડે (ભેદજ્ઞાન થાય) ત્યારે ખબર પડયા વગર રહે નહિ. સાકરનો સ્વાદ અને ઝેરનો સ્વાદ કાંઈ જુદો પડયા વગર રહેતો હશે ? તેમ આખા જીવનનો પલટો થાય તે ખબર પડયા વગર રહેતો નથી.
અમૃતચંદ્રાચાર્યદેવ લખે છે કે મારા ગુરુથી જે શુદ્ધાત્માનો અનુગ્રહપૂર્વક ઉપદેશ મળ્યો છે તેનાથી મારો આત્મ-વૈભવ પ્રગટ થયો છે તથા તે વૈભવ નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ-તેની છાપવાળો પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ છે. તે કેવી રીતે પ્રગટ થયો? મારા ગુરુના શુદ્ધાત્મતત્ત્વના અનુગ્રહપૂર્વકના ઉપદેશથી પ્રગટ થયો છે. મારા ગુરુએ કૃપા કરી ઉપદેશ આપ્યો તેનાથી તે પ્રગટ થયો છે. કુંદકુંદાચાર્યની શી વાત કરીએ! તેઓ કહે છે કે મારો જ્ઞાનનો વૈભવ પ્રગટ થયો છે તેનાથી હું સમયસાર કહું છું. એવો વૈભવ પ્રગટ થાય તે છાનો રહેતો નથી. અંતરમાંથી આત્મા પ્રગટ થાય તે શું છાનો રહેતો હશે ?
ગુરુદેવે તો વર્ષો સુધી અહીં વાણી વરસાવી છે, ઉપદેશના ધોધ વરસાવ્યા છે. સ્વાનુભૂતિ કોને કહેવાય વગે૨ે સમજાવ્યું છે. ગુરુદેવે શુદ્ધાત્મતત્ત્વને અપૂર્વ ઉપદેશ વર્ષો સુધી આપ્યો છે. એ ઉપદેશથી કેટલાય જીવોનાં પરિવર્તન થયાં છે અને આ જ કરવા જેવું છે એમ રુચિનાં પરિવર્તન તો ઘણાનાં થઈ ગયાં છે.
અનંતગુણથી ભરેલો આત્મા પોતે જુદા જુદા સ્વભાવોમાં રમતો, ઝૂલતો, તેમાં કેલી કરતો પ્રગટ થાય તે કાંઈ છાનું રહેતું નથી. ભેદજ્ઞાન પ્રગટ થાય તે કાંઈ છાનું રહેતું નથી. તે ભેદજ્ઞાન અપૂર્વ છે, અનુપમ છે, તેને કોઈ ઉપમા લાગુ પડતી નથી. ૪૬૨.
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને સ્વમાં ઉપયોગ હોય ત્યારે તો ધર્મ હોય, પણ પરમાં ઉપયોગ હોય ત્યારે તેને ધર્મ હોય કે નહિ?
સમાધાનઃ- ધર્મીને સ્વમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય અને ૫૨માં ઉપયોગ હોય ત્યારે ધર્મ ન હોય એવું બને જ નહિ. ઉપયોગ સાથે ધર્મનો સંબંધ નથી, પરિણતિ (દષ્ટિ ) સાથે ધર્મનો સંબંધ હોય છે. ધર્મીની દૃષ્ટિ સ્વરૂપ ઉપર જામેલી જ હોય છે. જ્ઞાયકનું ગ્રહણ તથા તેની જ્ઞાતાની ધારા ચાલુ જ હોય છે. સ્વરૂપને
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com