________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૧૧૯
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] જરૂર પડતી નથી, પણ ભેદજ્ઞાન રહ્યા જ કરે છે. પછી જેમ જેમ દશા વધતી જાય અને મુનિદશા આવે ત્યારે વધારે તીવ્રતા થતી જાય છે. જ્ઞાયકની ધારા અને દ્રવ્ય ઉપરની દષ્ટિ બધું બળવાન થતું થતું મુનિદશામાં તેની ઉગ્રતા થતી જાય છે. ઉદયધારા અને જ્ઞાનધારા જ્યાં સુધી વીતરાગતા પૂર્ણ ન થાય, ને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી રહ્યા કરે છે. ભેદજ્ઞાનની ધારા સમ્યગ્દર્શનમાં અમુક પ્રકારે રહે છે અને અંશે-અંશે સ્વરૂપની લીનતા વધતી જાય તેમ તેમ ઉગ્રતા વધતી જાય છે. ૧૯. પ્રશ્ન- જ્ઞાનીને અસ્તિત્વની ખુમારી કેવી હોય ? સમાધાનઃ- જ્યાં તત્ત્વની દષ્ટિ થઈ ત્યાં કોઈપણ પરભાવ વગર પોતે ટકી શકે છે. (એવી ખુમારી આવી જાય છે.) સ્વતઃ સિદ્ધ વસ્તુ બીજા કોઈ પદાર્થ વગર ટકનારી છે. જ્યાં દ્રવ્યની પ્રતીતિ થાય છે ત્યાં તે પ્રતીતિમાં બધું બળ સાથે આવતું જાય છે. પ્રતીતિ તો તેને દઢ જ છે કે કોઈ પદાર્થના આશ્રયથી હું ટકું એવું તત્ત્વ નથી. સ્વયે હું ટકનારો છું, સ્વયે વસ્તુ છું. એવી પ્રતીતિ સમ્યગ્દર્શનમાં પહેલાં આવી જાય. પછી તો તેને લીનતા વધતી જાય, સ્વરૂપનું વેદન વધતું જાય, સ્વાનુભૂતિ વધતી જાય અને વચ્ચે સવિકલ્પ દશામાં અંશે-અંશે જ્ઞાયકની ધારા, શાંતિનું વેદન વધતું જાય છે. પોતાના અસ્તિત્વમાં સ્વયં ટકનારો છું તે પ્રતીતિમાં આવી ગયું. પછી સ્વરૂપમાં જ રહું, બહાર ન જાઉં, સ્વરૂપમાં જ આનંદ-શાંતિ છે, સ્વરૂપમાંથી બહાર જવું મુશ્કેલ પડે તેવી તેની દશા વધતી જાય છે. અલ્પ અસ્થિરતાને લઈને પરિણતિ બહાર જાય છે, પણ તેની ઉગ્રતા થતી જાય છે. ભેદજ્ઞાનની ધારા અને દ્રવ્યની પ્રતીતિનું બળ વધતું જાય છે, લીનતા વિશેષ વધતી જાય છે. ૧૭૦. પ્રશ્ન:- વચનામૃતમાં ખટક લાગવી જોઈએ તેમ કહેવામાં કઈ જાતની ખટક કહેવાનો આશય છે? સમાધાનઃ- સ્વાધ્યાય, મનન, ચિંતન તે બધાંનો હેતુ શું છે? મારે આત્માનું સ્વરૂપે પ્રગટ કરવું છે, મારે આત્માને ઓળખવો છે. સ્વાધ્યાય ખાતર સ્વાધ્યાય મનન-ચિંતવન નહિ, પણ મારે આનો હેતુ શું છે? ધ્યેય એક ચૈતન્ય તરફનું છે, મારે ચૈતન્ય સ્વભાવ પ્રગટ કરવો છે. એક શુભભાવ પૂરતું સ્વાધ્યાય-મનન કરવા એમ નહિ, આનો હેતુ મને ચૈતન્ય કેમ પ્રાપ્ત થાય તેવી ખટક હોવી જોઈએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com