________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦]
[સ્વાનુભૂતિદર્શન મારો સ્વભાવ કેમ પ્રાપ્ત થાય, મને ભેદજ્ઞાન કેમ પ્રાપ્ત થાય, મારા ચૈતન્ય તત્ત્વનું અસ્તિત્વ,-હું ચૈતન્ય છું તે મને કેમ ગ્રહણ થાય તેવી ખટક હોવી જોઈએ. ૧૭૧. પ્રશ્ન:- સમયસાર ગાથા ૧૭–૧૮માં આવે છે, “અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળ-ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં ' તો ભગવાન આત્માનો અનુભવ અજ્ઞાન દશામાં પણ હોય છે? સમાધાન- અનુભૂતિ એટલે સ્વાનુભૂતિની અહીં અપેક્ષા નથી. આબાળગોપાળ સૌને સ્વયં વેદાઈ રહ્યો છે એટલે કે જ્ઞાનસ્વભાવ સ્વયં તેને અનુભવમાં આવી રહ્યો છે, ચૈતન્ય દ્રવ્ય પોતે પોતાના જ્ઞાનસ્વભાવે ઓળખાય તેવી રીતે અનુભવમાં આવી રહ્યું છે, કારણ કે તે જાણનારું દ્રવ્ય છે. તે જાણનારું દ્રવ્ય પોતે જણાઈ રહ્યું છે એટલે યથાર્થ જણાઈ રહ્યું છે તેમ નહિ, પણ તેનો જાણનાર સ્વભાવ બધાને અનુભવાઈ રહ્યો છે. તેમાં જડતા નથી અનુભવાતી, પણ જાણનારો બધાને ચૈતન્યરૂપે અનુભવાઈ રહ્યો છે. આ વિકલ્પ છે, આ પર છે, આ છે-આ છે તેવો વિચાર કોની સત્તામાં થાય છે એમ ખ્યાલ કરે તો જાણનારો અનુભવમાં બધાને આવી રહ્યો છે; પણ પોતે લક્ષ દઈને યથાર્થપણે જાણતો નથી. પોતે પોતાના જ્ઞાન સ્વભાવરૂપે અનુભવાઈ રહ્યો છે. જ્ઞાયક-જાણનાર તે બધાને ચૈતન્યતારૂપે અનુભવમાં આવે છે. આબાળગોપાળ બધાંને અનુભવાઈ રહ્યો છે તે યથાર્થપણે નહિ, પણ તેના સ્વભાવરૂપે અનુભવાઈ રહ્યો છે. જેમ આ વર્ણ-રસ
સ્પર્શ-ગંધ બધાંમાં જડતા દેખાય છે તેમ આત્મામાં ચૈતન્યતા દેખાય છે. ૧૭૨. પ્રશ્ન- ચૈતન્યતા એટલી સ્પષ્ટ છે કે તેને ઓળખવી હોય તો ઓળખી શકાય તેવી છે? સમાધાન- ઓળખી શકાય તેવી છે, સ્પષ્ટપણે પણ પોતે ઓળખતો નથી. ચૈતન્યતા તો સ્પષ્ટ છે. ૧૭૩. પ્રશ્ન- આત્મા ઓળખવા માટે કેવી રીતે પુરુષાર્થ કરવો ? સમાધાન - તેનો વારંવાર વિચાર કરવો, તે જાતના સ્વાધ્યાય-મનન કરવાં, અંતરમાં જિજ્ઞાસા કરવી, મહિમા કરવી કે આત્મા કેવો અપૂર્વ હશે! તે મને કેમ પ્રગટ થાય. વિભાવની મહિમા ગૌણ કરીને સ્વભાવની મહિમા પ્રગટ કરવી. હું ચૈતન્ય છે તે જાતનો વારંવાર અભ્યાસ કરવો. ચેતન સ્વભાવ માટે આવે છે ને...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com