________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧ર૧ “સમતા-રમતા-ઉર્ધ્વતા, જ્ઞાયકતા સુખભાસ,
વેદકતા-ચૈતન્યતા એ સબ જીવ વિલાસ.” તે રીતે ચૈતન્ય બધાને ખ્યાલમાં આવી શકે તેવો છે. તેમાં જ્ઞાયકતા છે, સમતા છે, રમતા-રમ્યભાવ છે, વેદકતા-વેદનમાં આવે છે, ચૈતન્યતા બધાને ગ્રહણ થાય તેવી છે.-એ સબ જીવ વિલાસ'-આ બધો જીવનો વિલાસ છે, પણ પોતે ગ્રહણ કરતો નથી. પુરુષાર્થ કરે તો ગ્રહણ થાય. પણ અનાદિનો પરના અભ્યાસમાં પડ્યો છે તેથી ગ્રહણ થતો નથી. પોતે તરફનો અભ્યાસ કરે તો પોતાની સમીપ જ છે, દૂર નથી. ૧૭૪. પ્રશ્ન:- અનંતકાળમાં શું આવો અભ્યાસ જીવે નહિ કર્યો હોય ? સમાધાનઃ- જીવે અભ્યાસ તો કર્યો છે, પણ અપૂર્વતા નથી લાગી. અપૂર્વતા લાગવી જોઈએ કે આ કાંઈ જુદું જ છે. અંતરમાં યથાર્થ દેશનાલબ્ધિ થઈ હોય તે નિષ્ફળ જતી નથી, એવી રીતે અપૂર્વતા પ્રગટ થઈ હોય તો સફળ થાય જ. જીવે અનંતકાળમાં ઘણું કર્યું પણ તેમાં અપૂર્વતા લાગી નથી. આ કાંઈ અપૂર્વ છે. તેમ પોતાને પોતાના આત્માનો વિશ્વાસ અંતરમાંથી આવવો જોઈએ. ૧૭પ. પ્રશ્ન- આત્મપ્રાપ્તિ માટે ત્યાગ-વૈરાગ્યની મુખ્યતા છે ખરી? સમાધાન:- પ્રથમ આત્મા કેમ પમાય તેની ભાવના, તત્ત્વવિચાર, સ્વાધ્યાય મુખ્ય હોય છે. ત્યાગ-વૈરાગ્યમાં પણ જેટલો પોતે આત્મા તરફ વળે એટલી અંદરથી વિરક્તિ આવે અને બહારનો રસ ઊતરી જાય. અંતરમાં અમુક પ્રકારે એ બધું હોય છે. પ્રથમ સાચી સમજણને માટે તત્ત્વવિચાર, સ્વાધ્યાય, શ્રવણ-મનન તે હોય છે. ત્યાગ-વૈરાગ્ય તો જેટલો અંતરમાંથી વિભાવનો રસ છૂટે, એટલો હોય. અંતરમાં આત્મા તરફ વળે એટલી વિરક્તિ તો ભૂમિકા પ્રમાણે હોય જ. તેની સાથે સાચી સમજણ માટે સ્વાધ્યાય-વિચાર-મનન બધું હોય છે, પણ અમુક વિરક્તિ તો હોવી જ જોઈએ. ૧૭૬. પ્રશ્ન:- સત્ સરળ છે, સુગમ છે, સહજ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ છે તો અમને એવું કેમ ભાસતું નથી? સમાધાનઃ- સત્ આત્માનો સ્વભાવ છે માટે સહજ છે. તેને કાંઈ બહાર ગોતવા જવું પડતું નથી કે માંગવા જવું પડતું નથી કે પર વસ્તુમાંથી આવતું નથી. પોતાનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com