________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮]
[સ્વાનુભૂતિદર્શન દેખનારો-જાણનારો છું. હું અનંત શક્તિથી ભરપૂર જાણનારો છું. વસ્તુ સ્વત: સિદ્ધ અનાદિ-અનંત છે. તેને કોઈએ બનાવી નથી, તે સ્વયં છે. જેમ જડ પદાર્થ
સ્વયં છે, તેમ હું ચૈતન્ય સ્વયંસિદ્ધ વસ્તુ જાણનારો છું. તે જાણનારામાં બીજા અનંતા ગુણ ભરેલા છે. તે જાણનાર એવો છે કે અનંતતાથી સ્વયં ભરેલો છે. તે સ્વયં જાણનારને જાણી લેવો. બીજાને જાણે-દેખે માટે જાણનારો ને દેખનારો તેમ નહિ, સ્વયં જાણનારો-દેખનારો છે. ૧૬૭. પ્રશ્ન:- હું સ્વયં જ્ઞાયક છું એવો અભ્યાસ જેમ જેમ તેને ઊંડપથી વિશેષ થાય તેમ તેમ માર્ગ સહજપણે મળે ? સમાઘાન- (હા, તેને અવકાશ છે) અંતરમાં અભ્યાસ કરે કે હું સ્વયં જ્ઞાયક છું. આ જે બધા ભાવો દેખાય છે તે હું નથી. હું સ્વયં જ્ઞાયક બધાથી છૂટું તત્ત્વ છું, નિરાળું તત્ત્વ છે, તેમ વારંવાર અંતરથી અભ્યાસ કરે. પોતાના અસ્તિત્વની તેને મહિમા હોય. શૂન્યતા માત્ર નહિ અર્થાત્ હું અનાદિ-અનંત કિંમત વગરનું તત્ત્વ છું એમ નહિ, પણ અનંત શક્તિથી ભરપૂર એવું-ચૈતન્ય અસ્તિત્વ તે હું છું એવી મહિમા આવે અને પર પદાર્થની મહિમા છૂટી જાય. વિકલ્પ છૂટી હું શૂન્ય થઈ જાઉં એમ નહિ. હું અનંત શક્તિઓથી ભરપૂર છે. વિકલ્પ તે મારો સ્વભાવ નથી, નિર્વિકલ્પ તત્ત્વ હું અનંતતાથી ભરપૂર છું. ૧૬૮. પ્રશ્ન- જ્ઞાન જુદું અને રાગ જુદો તેમ ઓળખાય પછી તેને જ્ઞાન જુદું અને રાગ જુદો એમ વિકલ્પ કરવાની જરૂર પડે ? સમાધાનઃ- જેને યથાર્થ ઓળખાય તેને જ્ઞાન જુદું અને રાગ જુદો એ સહજ થઈ જાય છે. જેને સહજ દશા હોય છે તેને જ્ઞાન જુદું ને રાગ જુદો એવી સહજ જ્ઞાતાધારા વર્યા કરે છે. ઉદયધારા અને જ્ઞાનધારા જુદી છે. સ્વાનુભૂતિ થયા પછી ભેદજ્ઞાનની ધારા વર્તે તેમાં પુરુષાર્થ કરવાની જરૂર નથી. તેમાં સહજ ભેદજ્ઞાન રહ્યા કરે છે. જે જે ઉદયો આવે અને હજી અસ્થિરતા છે તેથી જે વિકલ્પો ઊભા થાય તેની સાથે હું જ્ઞાયક છું એવી જ્ઞાતાધારા સહજ રહે છે, તેને સહજ રહે છે કે આ જુદું અને હું જુદો. જોકે પુરુષાર્થની મંદતાને કારણે તેમાં અલ્પ જોડાય છે, ન જોડાય તો વીતરાગતા થાય. તેથી અલ્પ જોડાય છે, પણ જ્ઞાયકની તીવ્ર દઢતા રહે છે કે હું જુદો છું.–ચૈતન્યતત્ત્વ જુદું છે. આ તત્ત્વ તે હું નથી. આ તો વિભાવભાવ છે એવી ભેદજ્ઞાનની સહજ ધારા વર્યા જ કરે છે. વિકલ્પ કરવાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com