________________
[ ૧૬૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા] પોતાના તત્ત્વને ઓળખીને જામી જાય, તો નિર્વિકલ્પતા પ્રગટ થાય. સ્ફટિકમાં જેમ-લાલ-પીળા રંગો દેખાય તે બધા ઉપર ઉપરના છે, તેમ મારામાં બધા વિભાવો થાય તે મૂળ સ્વભાવમાં નથી. હું સ્ફટિક જેવો નિર્મળ છું.
પાણીમાં જે મલિનતા હોય તે, નિર્મળી ઔષધિથી દૂર થાય છે તેમ જ્ઞાનરૂપી સમ્યક ઔષધિથી રાગાદિ મલિનતા દૂર થાય છે. આ તો દષ્ટાંત આપ્યું, તેમ પોતાને જુદો પાડવા પ્રયત્ન કરે, તેના માટે ચિંતવન કરે, શાસ્ત્ર-સ્વાધ્યાય કરે, શુભભાવ અનેક જાતના આવે છે, પણ સ્વભાવ જાણવાનું વિશેષ નિમિત્ત સ્વાધ્યાય અને ચિંતવન છે. ઝાઝીવાર ચિંતવન અને શાસ્ત્ર-સ્વાધ્યાય થાય નહિ તેથી જિનેન્દ્રદેવની મહિમા પોતાને આવે અને તેમાં પણ રોકાય, પરંતુ તેની સાથે સાચું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાનપૂર્વક મહિમા હોવી જોઈએ. ૨૭૭. પ્રશ્ન- જીવનના કર્તવ્ય સંબંધી થોડું ફરમાવવા કૃપા કરશોજી. સમાઘાન- આત્મા આનંદનો સાગર છે તેને ગ્રહણ કરવાથી આનંદનો સાગર પ્રગટે છે. તેને ગ્રહણ કરવા માટે નિરંતર-ક્ષણે-ક્ષણે અભ્યાસ કરે, તો અંતરમાંથી આનંદનો સાગર પ્રગટે. તે કાંઈ દૂર નથી-કયાંય ગોતવા જવું પડે તેમ નથી પોતાની પાસે જ છે. બધા ઉપરથી દષ્ટિ પાછી ખેંચીને પોતામાં દષ્ટિ કરે તો પ્રગટે. આ બાહ્ય દષ્ટિ ઉઠાવીને અર્થાત્ સ્થૂલ પદાર્થો ઉપરથી, શુભભાવો ઉપરથી ને ક્ષણિક ભાવો ઉપરથી દષ્ટિ ઉઠાવીને અંતરમાં આનંદનો સાગર આખો છે તે સાગરમાં, કે જેમાં અનંતગુણ-રત્નાકર ભર્યા છે તેમાં, જાય તો આનંદનો સાગર પ્રગટે એવું છે. તે કરવાનું છે. પોતાના પુરુષાર્થની ખામીને લઈને પોતે અટકે છે, માટે નિરંતર દેવ-શાસ્ત્રગુરુને હૃદયમાં રાખીને નિરંતર તેનો જ એક અભ્યાસ જીવનમાં હો, બીજું કાંઈ ન હો, એવી ભાવના રાખવી. એક જ્ઞાયકનો અભ્યાસ અને દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવા તે જીવનનું કર્તવ્ય છે. ર૭૮. પ્રશ્ન:- કાર્ય કેમ નથી આવતું? સમાધાનઃ- કારણ આપે એટલું કાર્ય આવે. કારણની કચાશે કાર્યની કચાશ છે. પૂરું કારણ ન અપાય ત્યાં સુધી કાર્ય આવતું નથી. કારણ ન અપાય ત્યાં સુધી તેની ભાવના કરવી, ભેદજ્ઞાનની ધારાનો અભ્યાસ કરવો, નિર્વિકલ્પ આત્મા છે, તેની દષ્ટિ (ચિ) કરવી, કારણ પૂરું ન અપાય ત્યાં સુધી કાર્ય ન આવે, એવો સિદ્ધાંત છે. ન થાય તો સમજવું કે કારણ ઓછું છે, માટે કાર્ય નથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com