________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૬૨ ]
[ સ્વાનુભૂતિદર્શન આવું પ્રગટ કર્યું એવું મને પણ હો એમ ભાવનાપૂર્વક પૂજા કરવાથી સંસારનો રસ ઓછો થાય. મારે કાંઈ નથી જોઈતું, બસ આપની સમીપે બેસી રહું અને આપની પૂજા કરું, આપના ગુણગાન-મહિમા કરું એવી ભાવના સાથે મારે આત્મા જ જોઈએ છે એવી રુચિ હોય તો સંસારનો રસ ઓછો થાય. પૂજા-પાઠથી રસ ઓછો ન થાય, પોતાની ભાવના વીતરાગતાની હોય તો રસ ઓછો થાય. અશુભ પરિણામથી બચવા માટે પૂજા-પાઠ વચ્ચે આવે છે. ઇન્દ્રો પણ ભગવાનની એવી પૂજા અને મહિમા કરે કે જોનારાને આશ્ચર્ય લાગે! છતાં ભાવ ઉપર આધાર છે, ક્રિયા ઉપર આધાર નથી. પોતાની (પોતાના સ્વરૂપની ) ભાવનાથી કરે તો ( સંસારનો ૨સ ઓછો થાય. “જિન પ્રતિમા જિન સારખી” જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા જોઈને હે ભગવાન! હું આપને સાક્ષાત્ જિનેન્દ્રદેવ જ દેખું છું, સમવસરણમાં ભગવાન છે તેવા જ આપને દેખું છું અને એવો જ મારો આત્મા છે. એમ જુદા જ પ્રકારની ભાવના આવે તો સંસારનો ૨સ ઓછો થાય. ૨૭૫. પ્રશ્ન:- સ્વાધ્યાય વધારે કરવો કે મંથન વધારે કરવું ?
સમાધાનઃ- જેમાં રસ પડે તે કરવું. ચિંતવનમાં ઉપયોગ ટકે નહિ તો સ્વાધ્યાય કરવી અને વિશેષ સમજવા માટે ચિંતવન કરે, ગમે તે કરે, શાસ્ત્ર સમજણપૂર્વક વાંચે તો તેમાં ભેગું આવી જાય છે. એકલું-એકલું ચિંતવન ઝાઝીવાર ચાલે નહિ તો શાસ્ત્ર સાથે રાખવું. શાસ્ત્ર સાથે રાખવાથી ચિંતવન વધારે દઢ થાય છે. આત્માને લગતું ગમે તે કરે. જ્યાં રસ ટકે, પોતાની પરિણિત ટકે તે કરવું. પોતાને ૨સ લાગે તે કરવાનું છે. એકદમ ધ્યાનનો પ્રયત્ન કરવાથી સ્વાનુભૂતિ થતી નથી, પહેલાં જ્ઞાન કરે પછી સાચું ઘ્યાન હોય. પહેલાં જ્ઞાયકતા ઓળખાય અને પછી ક્ષણે ક્ષણે હું જુદો છું, જુદો છું એમ જ્ઞાયક ઉપર દૃષ્ટિ જામે તો સ્વાનુભૂતિ થાય. અંતરદષ્ટિ જામ્યા વગર સ્વાનુભૂતિ કોના આધારે પ્રગટ થાય? પહેલાં દષ્ટિ જ્ઞાયકમાં સ્થાપવી જોઈએ. ૨૭૬.
પ્રશ્ન:- પહેલાં શ્રદ્ધામાં આ વાત બેસાડતા જવી જોઈએ ?
સમાધાનઃ- પહેલાં બુદ્ધિપૂર્વક શ્રદ્ધામાં બેસાડે કે હું આ ચૈતન્ય છું, હું આ જાણનારો જ્ઞાયક છું. હું જાણનારું એક તત્ત્વ છું. જગતનાં આ બધાં તત્ત્વો છે તેમાં હું શાશ્વત શુદ્ધાત્મતત્ત્વ છું. મારામાં કોઈ કલંક નથી, મેલ નથી એવો હું શુદ્ધાત્મા છું. અનંતકાળ ગયો તો પણ હું સ્ફટિકરત્ન જેવો નિર્મળ છું. પછી દષ્ટિ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com