________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન
૧૬૪ ]
આવતું. તેથી કારણની તીવ્રતા કરવી, તેનો અભ્યાસ ક્ષણે ક્ષણે કરવો તે જ કરવાનું છે.
મુમુક્ષુઃ- ક્ષણે ક્ષણે અભ્યાસ થતો નથી.
બહેનશ્રી:- પણ તે થાય કયાંથી? વિભાવનો અભ્યાસ સહજ થઈ ગયો છે, ક્ષણે ક્ષણે વિભાવની સ્મૃતિ આવે છે, એટલે અહીં કારણ ઓછું છે તો કાર્ય કયાંથી આવે? બાકી તો પોતે જ છે, કાંઈ બીજો નથી ને બહાર લેવા જવાનું નથી. અંદરમાં પોતે જતો નથી, પોતાના ઉ૫૨ દષ્ટિ કરતો નથી. માત્ર વિચાર કરે, ભાવના કરે અને પાછું છૂટી જાય. કારણ આપતો નથી માટે કાર્ય આવતું નથી. કારણ પૂરું આપે તો કાર્ય જલદી આવે, કારણ ઓછું આપે છે એટલે વાર લાગે છે. જેટલી વાર લાગે છે તે કારણની કચાશ છે. ૨૭૯.
પ્રશ્ન:- અનુભવજ્ઞાનથી નિવેડો છે. તો કોઈને અનુભવ થયો હોય અને તેણે શાસ્ત્ર ન જાણ્યાં હોય તો પણ ચાલે ?
સમાધાનઃ- અનુભવ જ્ઞાનમાં શાસ્ત્ર આવી જાય છે. શાસ્ત્રનું જે રહસ્ય છે તે અનુભૂતિમાં આવી જાય છે. છતાં વચ્ચે શાસ્ત્ર જાણ્યાં હોય તો નુકસાનભૂત નથી. તેને કદાચ શાસ્ત્રના વિશેષ શબ્દો ન આવડતા હોય, તો પણ તેમાં શાસ્ત્રનું રહસ્ય આવી જાય છે. શાસ્ત્રમાં કહે છે કે દ્રવ્યદૃષ્ટિ કર, ભેદજ્ઞાન કર, ને અનુભૂતિ કર. તો અનુભૂતિ જેને થઈ ગઈ તેને જાણવાનું રહસ્ય તેમાં આવી ગયું, કારણ કે તેને ભેદજ્ઞાન દ્વારા-દ્રવ્યદૃષ્ટિ દ્વારા જ અનુભૂતિ થાય છે. શાસ્ત્ર જાણવાનું પ્રયોજન પણ તેમાં આવી જાય છે. ભગવાનની દિવ્યધ્વનિમાં મુક્તિમાર્ગ આવે છે, તો પોતાની અનુભૂતિ થઈ તેમાં બધું આવી જાય છે. જ્ઞાયક સ્વભાવને ઓળખવાથી અનુભૂતિ થતાં શાસ્ત્રોનું રહસ્ય તેમાં આવી જાય છે. યુક્તિ, આગમ, અનુભવ-બધું ભેગું તેમાં આવી જાય છે. શિવભૂતિ મુનિ કાંઈ જાણતા ન હતા. ગુરુએ કહ્યું ‘તુષમાસ ભિન્ન' તે પણ ભૂલી ગયા. ત્યાં કોઈ બાઈ દાળફોતરાં જુદાં કરતી હતી તેમાંથી ભેદજ્ઞાનનો આશય ગ્રહણ કરી લીધો ને અંદર જ્ઞાયકમાં ચડી ગયા તો અંતર્મુહુર્તમાં કેવળજ્ઞાન થયું. તેમણે અર્થ ગ્રહણ કરી લીધો, ગુરુએ કહ્યું તેનું રહસ્ય ગ્રહણ કરી લીધું તેમાં શાસ્ત્ર આવી ગયાં. ૨૮૦. પ્રશ્ન:- જ્ઞાયક જ્ઞાનથી ગ્રહણ થાય-પકડાય એ શું બરાબર છે?
સમાધાનઃ- પોતે પોતાને જાણતો નથી એટલે અસાધારણ ગુણથી ગુણી પકડાય Please inform us of any errors on Rajesh@Atma Dharma.com