________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[ ૧૬૫ છે એમ કહેવાય છે, પણ ગુણથી ગુણી પકડાય તે પણ ભેદ છે. ગુણીને પોતે સીધો પકડવો જોઈએ. જે અનાદિથી અજાણ્યો છે તે ગુણી ગુણના ભેદથી પકડાય તેમ કહેવાય છે, પરંતુ વિશેષ ગુણ નથી પકડવો, પકડવો છે ગુણીને, દ્રવ્યને પકડવાનું છે તેમાં વચ્ચે ગુણ-લક્ષણ આવે છે. ૨૮૧.
પ્રશ્ન:- આત્મા આખો અરૂપી એક ઘન પદાર્થ છે એવું શું ખ્યાલમાં આવે ?
સમાધાનઃ- આત્મા અરૂપી હોવા છતાં એક વસ્તુ છે કે જેમાં વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ નથી. ઘન એટલે દ્રવ્યરૂપે આખો ઘન છે, છતાં તેમાં અનંત ગુણો અને અનંત પર્યાય છે. ઘન એટલે કાંઈ ગુણો કે પર્યાયો નથી એવી જાતનો તે નથી. ઘન કહેતાં તે અનંત ગુણથી ભરેલો અભેદ છે, તેમાં કોઈ જાતના ભેદ નથી. આ બધું સ્વાનુભૂતિ થતાં તેને વેદનમાં આવે છે, તેનો ઘનરૂપે અભેદ ભાવ અને ગુણપર્યાયના ભેદો વગેરે બધું તેના જ્ઞાનમાં આવી જાય છે. દ્રવ્ય ઉપર દૃષ્ટિ થતાં અભેદ અને ભેદ બધું જાણવામાં આવી જાય છે. પહેલાં લક્ષણથી ઓળખે, પછી લક્ષણથી શ્રદ્ધા કરે અને સ્વાનુભૂતિ થતાં વેદનમાં બધું આવી જાય છે. નિર્વિલ્પદશા થતાં વેદનમાં બધું આવી જાય છે કે આ ચૈતન્ય પદાર્થ કેવો છે. ૨૮૨. પ્રશ્ન:- વિશેષનો ખ્યાલ આવે છે પણ સામાન્યનો ખ્યાલ આવતો નથી. હંમેશા વિશેષ ઉપરથી એમ થાય કે આવું સામાન્ય હોવું જોઈએ ? તો શું તે બરાબર છે? સમાધાનઃ- સામાન્યનો ખ્યાલ આવે અને વિશેષનો પણ ખ્યાલ આવે. સામાન્ય વિશેષ પોતે વસ્તુ જ છે. તેથી બંનેનો ખ્યાલ આવે છે. વિશેષ અનુભવમાં આવે છે, પણ તેથી સામાન્યનું જ્ઞાન નથી થતું એવું નથી. સામાન્ય-વિશેષ બંને ખ્યાલમાં આવે છે.
વિશેષ ઉપ૨થી સામાન્ય ખ્યાલમાં આવે એટલે સામાન્ય ખ્યાલમાં જ નથી આવતું એવું નથી. પોતે નથી જાણતો એટલે પહેલાં વિશેષ ઉપ૨થી ગુણ-ગુણીના ભેદ પાડી સમજાવવામાં આવે છે, પણ જ્યાં વિકલ્પ છૂટી જાય છે અને પોતે પોતાને જાણે છે તેમાં સામાન્ય-વિશેષ બંને ખ્યાલમાં આવી જાય છે. તેમાં કાંઈ તેને વિશેષ પહેલાં ખ્યાલમાં આવે અને સામાન્ય પછી ખ્યાલમાં આવે એવું રહેતું નથી; ઊલટું સામાન્ય તેને મુખ્ય થઈ જાય છે. સામાન્ય ઉપર દષ્ટિ થતાં તે મુખ્ય થઈ જાય છે અને જ્ઞાન ઉપયોગાત્મક થઈને પોતે પોતાના સામાન્યને અને વિશેષને–બંનેને જાણે છે. ૨૮૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com