________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮]
[ સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- શરીરમાં રોગ આવે ત્યારે શું કરવું? તે ફરમાવશો. સમાઘાન- શરીર તો સ્વતંત્ર દ્રવ્ય છે. ગુરુદેવ ફરમાવે છે કે આત્મા જુદો છે અને શરીર જુદું છે. બંને દ્રવ્ય જુદાં-જુદાં અને સ્વતંત્ર છે. શરીર શરીરનું કામ કરે છે, આત્મા પોતાનું કામ કરે છે. સંકલ્પ-વિકલ્પ જે થાય છે તે પણ પોતાનું સ્વરૂપ નથી, તો શરીર ક્યાં પોતાનું હતું? તે તો પરદ્રવ્ય છે. શરીરના અને આત્માના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જુદા છે. આત્મા સ્વતંત્ર પદાર્થ છે, તેની ભાવના આત્મામાં કરી શકાય છે. હું જ્ઞાયક છું, શાશ્વત છું, અનંત સુખથી ભરેલો છું એવી તેની ભાવના કરવી, તેના વિચાર કરવા, આત્માનું સ્મરણ કરવું. તેના માટે તે જાતનું ચિંતવન-વાંચન કરવું.
મુમુક્ષુ- શારીરિક તકલીફ-આંખની તકલીફ છે તે કારણે વાંચન ન થઈ શકે તો શું કરવું?
બહેનશ્રી - ગુરુદેવે જે મંત્રો આપ્યા છે તે યાદ કરવા. બસ, આત્માનું કલ્યાણ કેમ થાય તેની ભાવના કરવી. આત્મા આનંદથી ભરેલો છે. આંખની તકલીફના લીધે વાંચન ન થાય તો ખેદ ન કરવો. ખેદ થઈ જાય તો મનને ફેરવી નાંખવું. શરીર છે તો તેમાં અનેક જાતના ઉદય આવ્યા કરે અને જાય. આ એક ધર્મ ગુરુદેવે બતાવ્યો છે તે પ્રાપ્ત થયો તે મહાભાગ્યની વાત છે. ૧૪૦. પ્રશ્ન- આત્મહિતને લગતા વિચારો કેમ આવતા નથી ? તેના માટે શું કરવું? સમાધાન- અનાદિનો અભ્યાસ છે એટલે બીજા વિચારો આવી જાય છે. તેને પ્રયત્ન કરીને ફેરવી નાખવા. ભૂલી જવાય તો ફરીને યાદ કરવું. આખા દિવસમાં મને કેટલીવાર આત્મહિતના વિચારો આવે છે તે યાદ કરવું. જ્ઞાયકના વિચાર કરવા. આત્માર્થીએ અમુક ટાઇમ પોતાના સ્વહિતના વિચાર, ચિંતવન માટે લેવો તેવો નિયમ રાખવો. આખા દિવસમાં જ્ઞાયકના ચિંતવન, અભ્યાસ માટે સમય મેળવવો, આત્મા યાદ ન આવે તો તેના માટે પ્રયત્ન કરવો. બહારના કાર્યો કરવા માટે કેટલોય પ્રયત્ન કરે છે ને? ૧૪૧. પ્રશ્ન- શાસ્ત્રભાષાના શબ્દો બોલતાં તો અમને બધું આવડી ગયું છે પણ અંદરમાં કામ કંઈ કેમ થતું નથી ? તે સમજાવવા કૃપા કરશોજી. સમાધાનઃ- અનાદિકાળનો અભ્યાસ છે તેથી વિભાવનું કાર્ય તેને સહેલું થઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com