________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ ૭૧
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
ગુરુદેવ કોઈ અદ્ભુત હતા. પંચમકાળના જીવોના મહાભાગ્ય કે તેમની વાણી અને એવા ગુરુદેવ મળ્યા. ૮૩.
પ્રશ્ન:- સ્વભાવ હાથ આવતો નથી અને વિકલ્પનું જોર વધી જાય છે તો અમારે શું કરવું?
સમાધાનઃ- સ્વભાવને પ્રયત્ન કરીને ગ્રહણ કરવો. “પ્રજ્ઞાથી જુદો કરવો અને પ્રજ્ઞાથી ગ્રહણ કરવો ” આમ શાસ્ત્રમાં આવે છે અને ગુરુદેવ પણ એમ જ કહેતા હતા. વિકલ્પનું જોર વધે તો, તેની સામે પોતાનું જોર વધારવું. ચૈતન્યની પરિણતિનું જોર વધે તો વિકલ્પનું જોર તૂટે. પોતે પોતાના સ્વભાવને ગ્રહણ કરવો. પ્રજ્ઞાથી જુદો કરવો, પ્રજ્ઞાથી ગ્રહવો તે પોતાના હાથની વાત છે. વિલ્પનું જો વધે તેની સામું ન જોતાં સ્વભાવનું જોર વધારવું. વારંવાર આ જ અભ્યાસ કર્યા કરવો, તેમાં થાકવું નહિ. ૮૪.
પ્રશ્ન:- ધ્યાનમાં બેસીને જ્ઞાયકને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીએ તો ગ્રહણ થતો નથી અને વિકલ્પ જ થયા કરે છે તો વિકલ્પનો નાશ કેમ કરવો તે કૃપા કરી બતાવશો.
સમાધાનઃ- પહેલા વિકલ્પથી ભેદ કરવો. પછી જ્યારે ચૈતન્ય તરફ તેની પરિણતિનું જોર આવે, તેના તરફ જ તેની તમન્ના, લગની લાગે અને વિકલ્પમાં આકુળતા લાગે–ચેન પડે નહીં તો વિકલ્પ તૂટે. સ્વ તરફની દષ્ટિનું જોર થાય, પરિણતિની દોડ થાય અને પુરુષાર્થનું બળ થાય તો તે તરફ જાય. જ્યાં સુધી બહાર એકત્વબુદ્ધિમાં અટકયા કરે,ભલે બુદ્ધિમાં તત્ત્વને ગ્રહણ કર્યું હોય પણ એકત્વબુદ્ધિમાં અટકે–ત્યાં સુધી વિકલ્પ તૂટે નહિ. પોતામાં એકત્વબુદ્ધિ અને પોતાના સ્વભાવનું જોર થાય તો વિકલ્પ તૂટે. ૮૫.
પ્રશ્ન:- બધા જીવો કોઈ ને કોઈ વિકલ્પમાં અટકયા કરે છે. તો તે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ કેમ થવાતું નથી ?
સમાધાનઃ- પોતાના પુરુષાર્થની નબળાઈ છે, બીજું કોઈ કારણ નથી. પ્રજ્ઞાછીણી જોરથી પટકવી તે જ કરવાનું છે. ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ પુરુષાર્થની ઉગ્રતા કરવી. તે એકવાર કરવાથી ન થાય, હાલતાં-ચાલતાં, ખાતાંપીતાં, બેસતાં-ઊઠતાં, અને સૂતાં-સ્વપ્નમાં પણ હું જ્ઞાયક છું-એવી ભેદજ્ઞાનની ઉગ્રતા કરે તો થાય. જેને થાયે તેને અંતર્મુહૂર્તમાં થાય અને ન થાય તો ટાઈમ લાગે. તેણે નિરંતર એવો અભ્યાસ કરવો જોઈએ કે હું શાતા-જ્ઞાતા જ્ઞાતા જ છું, જ્ઞાતા
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com