________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦]
[ સ્વાનુભૂતિદર્શન “અશુચિપણું, વિપરીતતા એ આસવોનાં જાણીને,
વળી જાણીને દુઃખકારણો, એથી નિવર્તન જીવ કરે.” જ્ઞાયક આત્માને જાણો કયારે કહેવાય? કે-આસ્રવોથી ( વિભાવથી) નિવૃત્તિ થાય અને સ્વભાવમાં પરિણતિ થાય. સમયસારમાં આવે છે તે કહું છું કે બધાએ આ કરવા જેવું છે, આનંદઘન આત્માને પ્રગટ કરવાનો છે. આત્મા આનંદ-જ્ઞાન આદિ અનંત ગુણોથી ભરેલો છે. તેની પરિણતિ પ્રગટ કરવી અને વિભાવથી નિવૃત્ત થવું તે કરવાનું છે. અંદરથી પરિણતિ પ્રગટ થઈ કયારે કહેવાય? કે વિભાવથી નિવૃત્ત થાય ત્યારે. વિભાવથી નિવૃત્તિ થઈ કયારે કહેવાય? કે સ્વભાવમાં પ્રવૃત્તિ થાય ત્યારે. સ્વભાવનું વેદના થાય તો વિભાવથી નિવૃત્તિ થઈ, વિભાવથી ભેદજ્ઞાન થયું એમ કહી શકાય.
આસ્રવો મલિન છે, આત્મા પવિત્ર ને ઉજ્જવળ છે-ઉજ્જવળતા, ને પાવનતાથી ભરેલા આત્માને પ્રગટ કરવા જેવો છે, તેનું ધ્યેય રાખવા જેવું છે. તેનું લક્ષ અને તે તરફ પરિણતિ કરવી.
આત્માનો અને વિભાવનો સ્વભાવ ઓળખીને, તેના ભેદ પાડીને, સ્વમાં એકત્વબુદ્ધિ અને પરથી વિભક્તબુદ્ધિ કરવા જેવી છે.
પરનું હું કરી શકું છું અને પર મારું કાર્ય છે એવી કર્તા-કર્મની પ્રવૃત્તિમાં અનાદિથી પોતાને ભૂલી ગયો છે. પણ સ્વભાવનું પરિણમન કરનારો તે હું અને સ્વભાવ મારું કાર્ય એમ પરિણતિ પ્રગટ થાય તે મુક્તિનું કારણ છે. આત્મા જ્ઞાનનું ધામ-સુખનું ધામ છે તેવી પરિણતિ પ્રગટ કરવી.
પરદ્રવ્યનો આશ્રય (અને લક્ષ) તે આસ્રવ છે, તે પરાશ્રયભાવ છે. સાધકને શુભ ભાવ વચ્ચે આવે છે, ત્યારે દેવ-શાસ્ત્ર-ગુરુનો આશ્રય હોય છે, પણ ચૈતન્યના આશ્રયપૂર્વક-ધ્યેયપૂર્વક હોય છે. ચૈતન્યનો પોતાનો આશ્રય-તે ખરો આશ્રય છે, તે સ્વાધીનતા છે અને દેવ-શાસ્ત્ર-ગુરુનો આશ્રય પણ પરાધીનતા છે. આત્માનું સાન્નિધ્ય પ્રગટ થાય તેવી પરિણતિ પ્રગટ કરવાની છે. દેવ-ગુરુ-શાસ્ત્રનું સાન્નિધ્ય તો મળ્યું પણ અંતરનું સાન્નિધ્ય કેમ પ્રગટ થાય તે કરવા જેવું છે, તેની જ સમીપતા, તેની જ અદ્ભુતતા લાવવા જેવી છે. કોઈ પરપદાર્થ અદભુતતારૂપે કે આશ્ચર્યરૂપે નથી, એક માત્ર સુખનું કારણ એવો આત્મા અદ્ભુત અને આશ્ચર્યકારી તત્ત્વ છે, તેનું આશ્ચર્ય કરવા જેવું છે. જ્ઞાયકના ધ્યેયપૂર્વકનું જીવન તે ખરું જીવન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com