________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨]
[ સ્વાનુભૂતિદર્શન પાછા આવ્યા. એવા મહા સમર્થ મુનીશ્વર કુંદકુંદાચાર્યદવ બે હજાર વર્ષ પહેલાં મહાવિદેહમાં જઈ શકયા હતા. ૪૪૨. પ્રશ્ન- પ્રથમ ભેદજ્ઞાન દેહાદિકથી કરવું કે રાગાદિકથી ? સમાધાન- સાચું ભેદજ્ઞાન અંતરમાં રાગાદિકથી થાય છે. તેનાં ક્રમમાં એમ બોલાય કે પહેલું શરીરથી ભેદજ્ઞાન કરવું અને પછી રાગાદિથી ભેદજ્ઞાન કરવું. પણ તે બંને એકસાથે જ થાય છે. આ શરીરથી ભેદજ્ઞાન થાય એ સ્થૂલ છે. અંદર રાગાદિકથી ભેદજ્ઞાન થાય તે જ ખરું-વાસ્તવિક છે. પણ હજી ચૂલથી ભેદજ્ઞાન નથી થયું તો રાગાદિથી ભેદજ્ઞાન કયાંથી થાય? એટલે પહેલાં સ્થૂલથી ભેદજ્ઞાન કરાવે છે કે આ શરીર દેખાય છે એ તો જડ છે, એ કાંઈ જાણતું નથી, માટે તેનાથી પહેલાં જુદો પડ, પછી રાગાદિકથી જુદો પાડે છે. ૪૪૩. પ્રશ્ન:- રાગાદિને જુદા પાડવાનો પ્રયોગાત્મક પ્રકાર સમજાવવા કૃપા કરશો. સમાધાનઃ- તેણે જ્ઞાનસ્વભાવને ઓળખવો, જ્ઞાનસ્વભાવ તો ખ્યાલમાં આવે એવો છે. જ્ઞાનસ્વભાવ શાંતિથી ભરેલો આનંદમય છે તેને લક્ષમાં લેવો. આનંદનો અનુભવ ભલે નથી, પણ તેને પ્રતીતમાં લેવો, વિચાર કરતાં પ્રતીતમાં આવે તેવો છે. આત્મા જ્ઞાનસ્વભાવથી પ્રતીતમાં લેવા જેવો છે. આત્મા કેવો છે તે ગુરુદેવ બતાવે છે, શાસ્ત્રમાં આવે છે. આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષમાં આવે છે. રાગ રાગને જાણતો નથી, તેને જાણનારો જુદો છે. જુદો જાણનારો શાસ્થત રહેનારો છે. રાગની બધી પર્યાયો ચાલી જાય છે, પણ જાણનારો તો એમ ને એમ ઊભો રહે છે. એમ ને એમ ઊભો રહેનારો તે હું છું. નાનપણથી અત્યાર સુધીના બધા રાગાદિ તો ચાલ્યા ગયા, પણ જાણનારો ઊભો છે અને તે જાણનારો હું છું. આ રીતે જાણનારને જુદો પડવો. જે જે રાગ-વિકલ્પ આવે તેને જુદો પાડે. તેનો અભ્યાસ ઉગ્ર હોય તો ક્ષણે ક્ષણે રાગને જુદો પાડવાનો અભ્યાસ થાય. બુદ્ધિથી એકવાર રાગને જુદો પાડ્યો અને પછી પહેલાંની જેમ એવો ને એવો થઈ જાય તો તેના અભ્યાસની ખામી છે. ક્ષણે ક્ષણે રાગથી જુદા પાડવાનો અભ્યાસ એમ ને એમ ચાલુ રાખે તો સહજ દશા થવાનો અવસર આવે. પહેલાં તો જ્ઞાનથી પ્રતીતમાં આવે છે. ૪૪૪. પ્રશ્ન- ભેદજ્ઞાન કરવું જોઈએ, પણ ભેદજ્ઞાન કરવું કેવી રીતે ? કે જેનાથી ધ્યાન પ્રગટ થાય ? સમાઘાન તેને પોતાને યથાર્થ રુચિ થવી જોઈએ, તો ભેદજ્ઞાન થાય. અનંતકાળથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com