________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[૨૪૧ થાય છે કે આ જીવ પૂર્વે હતો, અને ત્યાંથી આવેલો છે. આ બધાં તેનાં પૂર્વનાં કર્મને લઈને ફેરફારો છે. જીવ પૂર્વે અનેક જાતનાં જન્મ-મરણ કરતો કરતો અહીં આવેલો છે તે તો ચોક્કસ છે. બાકી વ્યક્તિગત વાત તો શું કહેવી ? પૂર્વે જીવ હતો અને ત્યાંથી જ અહીં આવેલો છે. પૂર્વમાં અનેક ભવ કરતો આવ્યો છે. દેવના, મનુષ્યના એમ અનેક ભવ કરતો જીવ અહીં આવ્યો છે. તેના ભાવ પ્રમાણે પુણ્ય- પાપના દિયો આવે છે તેમાં અત્યારે ભરતક્ષેત્રમાં તો ધર્મનો કાળ છે. ગુરુદેવ અહીં બિરાજતા હતા તેમના પ્રતાપે આટલો ધર્મનો પ્રચાર થયો છે. તેમણે બધો માર્ગ બતાવ્યો છે.
આ જગત ઉપર એક મહાવિદેહક્ષેત્ર છે. ત્યાં સાક્ષાત્ ભગવાન બિરાજે છે. તેમની નિરંતર દિવ્યધ્વનિ છૂટે છે. ઘણાય જીવો વાણી સાંભળે છે. તેમાંથી કેટલાક જીવો સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ પામે છે તો કોઈ કોઈ મુનિદશાને પ્રાપ્ત કરે છે. સાક્ષાત્ ભગવાન વિદેહક્ષેત્રમાં કેવળજ્ઞાનપણે પૂર્ણદશામાં બિરાજે છે. આ ભરતક્ષેત્રની અંદર તો બહુ મુશ્કેલી થઈ ગઈ છે. અત્યારે સંત પુરુષો મળવા મુશ્કેલ છે. એક ગુરુદેવ આ પંચમકાળમાં બિરાજતા હતા. તેમનાથી કેટલાય જીવોને સાચો માર્ગ મળ્યો છે. ૪૪૦. પ્રશ્ન:- શ્રીમદ્ રાજચંદ્ર વિષે આ૫ બે શબ્દ કહેવા કૃપા કરશો સમાધાન:- શ્રીમદ્ રાજચંદ્ર સમ્યગ્દષ્ટિ હતા, સ્વાનુભૂતિ પામેલા હતા. તેઓ નાનપણથી જ વૈરાગી હતા. વિચારશક્તિ તીવ્ર હતી. તેમનું જ્ઞાન ઘણું હતું. ગૃહસ્થાશ્રમમાં રહેતા હતા, પણ ન્યારા રહેતા હતા. સ્વાનુભૂતિ ગૃહસ્થાશ્રમમાં પ્રગટ થયેલી હતી. ૪૪૧. પ્રશ્ન:- આ કાળમાં મહાવિદેહક્ષેત્રમાં ન જઈ શકાય ? સમાધાનઃ- અત્યારે ન જઈ શકાય; પણ ઘણાં વર્ષો પહેલાં એક કુંદકુંદાચાર્ય થયા હતા કે જેમનાં શાસ્ત્રો અત્યારે પણ સ્વાનુભૂતિ પ્રગટ થવામાં નિમિત્ત થાય એવાં છે, મૂળ માર્ગ બતાવે છે. તેમના શાસ્ત્રો ઉપર ગુરુદેવે પ્રવચનો કર્યા છે. તે કુંદકુંદાચાર્યદવ ઘણાં વર્ષો પહેલાં મહાવિદેહક્ષેત્રમાં ગયા હતા. તે આચાર્યદેવને ધ્યાનની અંદર ભગવાનના દર્શનની એવી તીવ્ર વેદના થઈ કે અત્યારે ભગવાનના સાક્ષાત દર્શન નથી. ત્યાં તેઓ કંઈક લબ્ધિથી કે દેવો આવીને મહાવિદેહક્ષેત્રમાં લઈ ગયા. ત્યાં આઠ દિવસ રહ્યા, ભગવાનની સાક્ષાત્ વાણી સાંભળીને અહીં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com