________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૩૭ પ્રશ્ન- સંસ્કારની વાત ઘણી આવે છે, તો ઊંડા સંસ્કાર કઈ રીતે નાખવા? સમાઘાન - જ્ઞાયકનો વારંવાર અભ્યાસ કર્યા કરવો. ગુરુદેવે જે માર્ગ બતાવ્યો છે. તેનું ચિંતવન, તેની મહિમા, તેની લગની, સત્સંગ, શ્રવણ-મનન આદિ વારંવાર કરવાં. છાશને વલોવતાં-વલોવતાં માખણ બહાર આવે છે તેમ વારંવાર જ્ઞાયકનું મંથન કર્યા કરવું. ગુરુદેવે બતાવ્યું છે તે પ્રમાણે પુરુષાર્થ વારંવાર કરવો. હું ચૈતન્ય જુદો છું, આ વિભાવ જુદાં છે એમ ભેદજ્ઞાન માટે તૈયારી પોતાને કરવાની છે. બહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુનું સાન્નિધ્ય મળે, તેમનો સત્સંગ થાય, શ્રવણ-મનન થાય તે બધું વારંવાર કર્યા કરવું. વારંવાર તેના (જ્ઞાયકના) સંસ્કાર દઢ કરવા. રુચિ વારંવાર તીવ્ર થાય તેમ કર્યા કરવું. ૩૭. પ્રશ્ન- પરિણતિનો પલટો કરવા માટે પુરુષાર્થ કેવો કરવો ? વાંચન કરવું? વિચાર કરવા ? સમાધાનઃ- એક ચૈતન્ય તરફની દૃષ્ટિ પ્રગટ કરવા માટે વાંચન-વિચાર કરવા. અંતરની દિશા પલટાવવાનો હેતુ હોવો જોઈએ. પરિણતિ તદ્ગતરૂપે-તે-રૂપતદાકાર ન થાય ત્યાં સુધી વાંચન-વિચાર બધું આવે છે. વિચારમાં ટકે નહિ તો વાંચન કરે અથવા વાંચનમાંથી વિચાર કરે, જ્યાં પરિણતિ સ્થિર થાય તે કર્યા કરે. પણ કરવાનું એક જ છે-દષ્ટિ પલટાવવાની છે, અંદરની દિશા પલટાવવાની છે. તે ન થાય ત્યાં સુધી તેની પાછળ પડી જવું. ૩૮. પ્રશ્ન:- “જ્ઞાની પાસે જઈને તું ભક્તિ માંગજે ' એટલે શું? સમાધાન - ભક્તિ એટલે કે મહિમા કરજે. (તેમની પાસેથી) હું જાણી લઉં....જાણી લઉં તેવા વિકલ્પ કરવા કરતાં તું ભક્તિ એટલે કે મહિમા કરજે. સતપુરુષની દશાની મહિમા આવતાં તને તારા આત્માની મહિમા આવવાનો અને તારા આત્માની દશા પ્રગટ કરવાનો અવકાશ છે. હું જાણી લઉં...જાણી લઉં એમ લુખ્ખા જ્ઞાનની માંગણી કરવા કરતાં, અર્થાત્ આનું શું? આનું શું? એમ કરવા કરતાં તેમની મહિમા કરજે. એનાથી તારા ચૈતન્યની મહિમા તને આવશે અને ચૈતન્ય તરફ વળાશે. બહાર દેવ-શાસ્ત્રગુરુની મહિમા કરવાથી અંતરમાં તારા આત્માની મહિમા આવવાનો અવકાશ છે. તેમની મહિમા વગર તું જાણીશ તે શું કામનું?
જેણે આત્માની દશા પ્રગટ કરી છે અને આત્માની સાધના કરી છે, એવા ગુરુની મહિમા તને નહિ આવે તો તને તારા આત્માની મહિમા આવવાનો કયાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com