________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[સ્વાનુભૂતિદર્શન બાહરમેં કોઈ સામાન્ય બાત હો તો ભી કુતૂહલ કરકે દેખનેક જાતા હૈ, લેકિન ભીતર આત્માકા આશ્ચર્ય કરકે કુતૂહલ કરકે દેખનેકો ભી નહીં જાતે. શાસ્ત્રમ્ આતા હૈ કિ તૂ એકબાર કુતૂહલ કરકે દેખ તો સહી! કિ અંદર કૈસી આત્મા બિરાજમાન હૈ! ૩૫. પ્રશ્ન- હું જ્ઞાયક જ છું એવો નિર્ણય શું પહેલાં બુદ્ધિપૂર્વક થતો હશે ? સમાધાન - પહેલાં નિર્ણય બુદ્ધિપૂર્વક થાય છે. તેને અંતરમાંથી એવી શ્રદ્ધા (-વિશ્વાસ ) આવી જાય છે કે આ હું જ્ઞાયક છું અને આ જ્ઞાયકને ગ્રહણ કરી તેમાં તીવ્રતા-ઉગ્રતા કરવાથી અવશ્ય આગળ જવાશે એવો નિર્ણય તેને આવી જાય છે. જ્ઞાયકના મૂળમાંથી સ્વભાવ ગ્રહણ થાય છે કે જ્ઞાયક આ જ છે, આ વિભાવ છે; આ પર છે; આ સ્વભાવ છે અને તે સ્વભાવને ગ્રહણ કરવાથી અંતરમાંથી શાંતિ અને આનંદ આવશે. આ જ્ઞાયકને જ ગ્રહણ કરવાનો છે, તેના પુરુષાર્થને ઉગ્ર કરવાથી અવશ્ય આમાંથી સ્વાનુભૂતિ પ્રગટ થશે એવો જોરદાર નિર્ણય પ્રથમ હોય છે અને સ્વાનુભૂતિ પછી ભેદજ્ઞાનની ધારા સહજ વર્તે છે. પહેલાં નિર્ણય હોય છે, પણ ભેદજ્ઞાનની સહજ ધારા હોતી નથી. તેને જ્ઞાયક ગ્રહણ થાય અને છૂટી પણ જાય, પુરુષાર્થની એવી તીવ્રતા-મંદતા થયા કરે. પણ નિર્ણય જોરદાર હોય છે કે આવી જાતનો પુરુષાર્થ કરવાથી–આ જ્ઞાયકની ઉગ્રતા કરવાથી–અવશ્ય માર્ગે જવાશે.
સ્વાનુભૂતિ પછી તેને જ્ઞાયકની ધારા સહજ જોરદાર રહે છે. ક્ષણે ક્ષણે ગમે ત્યાં ઉપયોગ બહાર જાય તથા અનેક જાતના વિભાવના વિકલ્પ આવે, તો પણ જ્ઞાયકની ધારા વર્તે છે, જ્ઞાયક ક્ષણે ને ક્ષણે જુદો ને જુદો રહે છે. બહારથી ગમે તે કાર્ય થતું હોય અને અંતરમાં ગમે તે વિકલ્પ આવતા હોય તો પણ જ્ઞાયક તેનાથી ન્યારો અને ન્યારો રહે છે, જ્ઞાયકધારાની પરિણતિ જુદી જ રહે છે. ખાતાં-પીતા, હાલતાં-ચાલતાં, સૂતા-જાગતા, એમ કોઈ પણ કાર્યમાં નિરંતર ભેદજ્ઞાનની ધારા રહે છે. તે ભેગો થતો જ નથી એવી સહજ ધારા રહે છે.
મુમુક્ષુને પહેલાં તો માત્ર નિર્ણય હોય છે, સહજ ધારા હોતી નથી, પણ નિર્ણય એવો હોય છે કે આ જ્ઞાયકને ગ્રહણ કરવાથી અને તેની ઉગ્રતા કરવાથી અર્થાત્ ભેદજ્ઞાન કરવાથી અવશ્ય સ્વાનુભૂતિ થશે. તેની ભેદજ્ઞાનધારા ટકતી નથી કારણ કે સહજ નથી, છતાં તેની ઉગ્રતા કરતાં કરતાં સ્વાનુભૂતિ થશે એવો નિર્ણય છે. ૩૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com