________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[303
પ્રશ્નઃ- મુનિરાજ અહીં હોય ત્યારે કે, સાતમે ગુણસ્થાને ઝૂલતા હોય, દેહ છૂટીને સ્વર્ગમાં જાય એટલે ચોથે ગુણસ્થાને આવી જાય તો તેમની પરિણતિમાં ફેર પડતો હશે ? એક વખત પરિણતિ આટલી ગાઢી થયા પછી ફેર કેવી રીતે પડતો હશે ?
સમાધાનઃ- સ્વર્ગમાં જાય અને ચોથે આવે ત્યારે જે સ્વાનુભૂતિની દશા અંતર્મુહૂર્તે પરિણમતી હતી તેમાં ફેર પડી જાય છે. ચોથે ગુણસ્થાને હોવાથી દશા ઊભી છે પણ સ્વાનુભૂતિની પરિણતિ જે ક્ષણે ક્ષણે થતી હતી તેમાં ફેર પડી જાય છે– ચારિત્રની લીનતામાં ફેર પડી જાય છે.
સમ્યગ્દર્શનમાં ફેર નથી પડતો-દ્રવ્યદૃષ્ટિ જે જોરદાર છે તેમાં ફેર પડતો નથી; પણ પરિણતિ વારંવાર સ્વરૂપ તરફ જતી હતી તે અંદર નહિ જતાં બહાર રોકાવા માંડી એટલે પૂર્વે (મુનિપણામાં ) ગાઢી પરિણિત થવા છતાં ફેર પડી જાય છે. પ૨૯.
પ્રશ્ન:- પુરુષાર્થ અને સંસ્કારને કાંઈ સંબંધ છે?
સમાધાનઃ- વ્યવહારે સંબંધ કહેવાય, પૂર્વના સંસ્કાર લઈને આવ્યો છે તેથી પુરુષાર્થ જલદી ઊપડે છે તેમ વ્યવહારથી કહેવાય. બાકી તો વર્તમાન પુરુષાર્થ કરે તો થાય. ઘણાંને સંસ્કાર હોય પણ પુરુષાર્થ તો વર્તમાન જ કરવાનો છે. પુરુષાર્થ કરે ત્યારે સંસ્કારને કારણ કહેવાય છે. પૂર્વે જે કાંઈ સંસ્કાર નાખ્યા હોય, તેની યોગ્યતા અંદર પડી હોય, પછી પોતે વર્તમાન પુરુષાર્થ કરે તો સંસ્કાર તેને કારણ થાય. પુરુષાર્થ ન કરે તો સંસ્કાર કારણ થતા નથી. વર્તમાન પુરુષાર્થ તો નવો જ કરવાનો ૨હે છે. ૫૩૦.
પ્રશ્ન:- જો પુરુષાર્થથી પ્રાપ્ત થતું હોય તો સંસ્કાર પાડવાથી લાભ શો ?
સમાધાનઃ- સંસ્કાર તેને પુરુષાર્થ ઉપાડવાનું કારણ બને છે, એ લાભ છે. સંસ્કારને કારણ કયારે કહેવાય? કે કાર્ય આવે તો કારણ કહેવાય. યથાર્થ રીતે કારણ જો અંદર હોય તો કાર્ય આવે. પુરુષાર્થ સ્વતંત્ર છે અને સંસ્કાર પણ સ્વતંત્ર છે. પુરુષાર્થ કરે તો સંસ્કારને કારણ કહેવાય છે. માટે સંસ્કાર નાખ તેમ કહેવાય. તે સંસ્કાર કાંઈ પુરુષાર્થ ઉપાડી દેતું નથી, પોતે પુરુષાર્થ કરે તો તેને કારણ કહેવાય છે. ૫૩૧.
પ્રશ્નઃ- એમ કહેવામાં આવે છે કે જો ઊંડા સંસ્કાર નાખ્યા હશે, તો આ ભવમાં કાર્ય ન થાય તો બીજા ભવમાં કાર્ય થયા વગર રહેશે નહિ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com