________________
[૩૦૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] હું જ્ઞાયક છું તેમ પરિણતિ અંદરમાંથી જો થાય તો તે બરાબર છે. તે ન થાય ત્યાં સુધી હું જ્ઞાયક છું એમ ભાવના-જિજ્ઞાસા કરે અને તેવા વિચારો કરે તે ઠીક છે. એકત્વબુદ્ધિ તોડવાની છે કે શેયરૂપે હું નથી, પણ હું જ્ઞાયક છું. જાણવાના કાળમાં હું કાંઈ યરૂપે થતો નથી પણ હું જ્ઞાયક તો જ્ઞાયક જ છું. છતાં તેને ઓળખતો નથી ત્યાં સુધી પરિણતિ પ્રગટ થતી નથી. પર૪. પ્રશ્ન- છદ્મસ્થ જ્ઞાની પરને જાણે અને અજ્ઞાની પણ જાણે, તો બંનેની જાણવાની રીત સરખી છે ? સમાધાન:- અજ્ઞાની પરને જાણતી વખતે પરની સાથે એકત્વબુદ્ધિ કરે છે કે શેય તે હું છું પણ હું જ્ઞાન છું તેમ જુદો પડતો નથી. જે જણાઈ રહ્યું છે તે શેય છે અને જાણે છે તે જ્ઞાન છે એમ બન્નેને જુદા પાડતો નથી. આ હું જાણનારો જ્ઞાયક અને આ શેય તેમ અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી અને છમસ્થ જ્ઞાનીને જ્ઞાયકધારા વર્તે છે, કે હું સ્વયં જ્ઞાયક છું, શેય જણાય માટે હું જાણનારો તેમ નહિ અર્થાત આ જ્ઞયો જણાય માટે હું જ્ઞાયક છું એમ નહિ, પણ હું સ્વત:સિદ્ધ જ્ઞાયક છે. તેની દષ્ટિ સ્વરૂપ તરફ ચાલી ગઈ છે, જે જે શેયો જણાય તે હું નહિ, હું તો જ્ઞાયક છે. શેયરૂપે હું નથી, હું જ્ઞાયક છું. જ્ઞય જણાય તો પણ હું જ્ઞાયક છું. આમ તેનું જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે, તેથી જ્ઞાની પોતાને જાણે ને પરને જાણે. પોતે પોતાના અસ્તિત્વપૂર્વક–પોતાની જ્ઞાયકની ધારાપૂર્વક-બીજું જાણે તો પણ હું શય નથી, હું તો જ્ઞાયક છું એમ જાણે છે. તેની દિશા આખી જુદી થઈ ગઈ છે. અજ્ઞાનીની દિશા જુદી અને જ્ઞાનીની દિશા જુદી છે.
અજ્ઞાનીની દષ્ટિ બાહ્ય છે, બાહ્ય દૃષ્ટિથી બધું જુએ છે. જ્ઞાનીની દૃષ્ટિ અંતરમાં ગઈ છે, તેથી સ્વના જ્ઞાનપૂર્વક પરને જાણે છે. ભેદજ્ઞાનની ધારાપૂર્વક એટલે કે જ્ઞાતાની-જ્ઞાયકતાની પ્રગટ પરિણતિપૂર્વક તે બીજાને જાણે છે, તેથી તેની દિશા આખી જુદી છે, જોવાની દિશા આખી બદલાઈ ગઈ છે. પ૨૫. પ્રશ્ન- આત્મસિદ્ધિમાં આવે છે કે જાણનારને જાણ નહિ કહીએ કેવું જ્ઞાન” તો તે અજ્ઞાન કહેવાય ? સમાધાનઃ- જાણનારને જાણતો નથી તે તારું જ્ઞાન કેવી જાતનું છે? તે તારી અજ્ઞાનતા છે. જે જાણનારો છે તેને હું જાણતો નથી અને બીજાને તું જાણે છે તે અજ્ઞાનતા છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com