________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦]
[સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- શું જ્ઞાન, દર્શન, ચારિત્ર બધામાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું? સમાધાન- હા, બધાંમાં પોતાના અસ્તિત્વનું જોર જ લેવાનું છે. હું જ્ઞાયક, હું ચૈતન્ય એમ શાયકનું અસ્તિત્વ (પોતાનું અસ્તિત્વ) તું ગ્રહણ કર તો પોતે જેવો છે તેવો પ્રગટ થાય. તારું અસ્તિત્વ તું ગ્રહણ કર તો જે સ્વભાવ છે તે સ્વભાવ પ્રગટરૂપે પરિણમી જશે. તારું અસ્તિત્વ તે ગ્રહણ કર્યું નથી એટલે વિભાવ પર્યાયો પ્રગટ થાય છે. તારું અસ્તિત્વ તું (પોતે) ગ્રહણ કરે તો તેમાંથી
સ્વભાવ પર્યાયો પ્રગટ થશે. રર૬. પ્રશ્ન- ચિંતવનમાંથી ઉપયોગ બહાર જાય ત્યારે શું કરવું? સમાધાન - ઉપયોગ બહારમાં જાય ત્યારે જેને સહજદશા હોય છે તેને પોતાની ભેદજ્ઞાન પરિણતિ ચાલુ જ રહે છે. જિજ્ઞાસુનો ઉપયોગ બહાર જાય ત્યારે તેને અંદરમાં ભાવ એમ રહ્યા કરે કે કરવાનું બીજું છે. ઉપયોગ બહાર જતાં પરની સાથે એકત્વબુદ્ધિ થાય છે, પણ હું તો જુદો ચૈતન્ય છું એમ ભાવના રાખી શકે. જેની સહજ પરિણતિ હોય તેની તો વાત જ જુદી છે, તેને તો જ્ઞાયકની ધારા નિરંતર ચાલુ રહે છે. બહાર ઉપયોગ જાય તોપણ ભેદજ્ઞાન ક્ષણે ક્ષણે રહે છે, યાદ કરવું નથી પડતું, એકવાર સ્વભાવમાં એકત્વ થઈ જાય તેને હું જુદો છું એમ યાદ નથી કરવું પડતું. જ્યારે ઉપયોગ બહાર જાય તે ક્ષણે જુદી જ્ઞાયકની સહજ ધારા ચાલતી જ હોય છે.
પણ જેને સહજદશા નથી અને તેનો ઉપયોગ બહાર જાય તો ભાવના રાખે કે કરવાનું બીજું છે, ઉપયોગ અંતરમાં જવો જોઈએ. રર૭. પ્રશ્ન:- આત્માને પ્રાપ્ત કરવા ધ્યેય કોનું હોય? નિશ્ચયનું કે વ્યવહારનું ? સમાધાન- ધ્યેય નિશ્ચયનું હોય, નિશ્ચયનું ધ્યેય રાખવું. વ્યવહારથી નિશ્ચયમાં જવાય નહિ. નિશ્ચયની દષ્ટિ, નિશ્ચય તરફ પરિણતિ કરે તો નિશ્ચયમાં જવાય છે. જે જીવો વ્યવહારમાં સર્વસ્વ માને છે, વ્યવહારથી ધર્મ થાય છે તેમ માને છે તેને તો કાંઈ અવકાશ જ નથી. આત્મા સ્વયં અનાદિ-અનંત તત્ત્વ છે. આ વિભાવ તે મારો સ્વભાવ નથી, હું ચેતનતત્ત્વ છે. એવી દષ્ટિ-પ્રતીતિ અને એવું ધ્યેય હોવું જોઈએ. તેવી જાતની ભાવના અને ખટક હોય તો પલટો ખાઈને પુરુષાર્થ ઊપડે છે. વ્યવહારથી નિશ્ચય થતો નથી. નિશ્ચયનું ધ્યેય, દષ્ટિ અને ભાવના રાખે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com