________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨]
[સ્વાનુભૂતિદર્શન બતાવ્યો છે. પણ અંદર પરિણતિમાં જ્ઞાન મુખ્ય છે. તેમાં ભક્તિ ભેગી હોય, ભક્તિ ન હોય તો જ્ઞાન લૂખું થઈ જાય છે.
આત્મા પોતે મહિમાવંત છે. તેની મહિમા કરજે, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા કરજે, મહિમા વગર તારા વિચારો વિગેરે બધું લૂખું થઈ જશે. જો તને મહિમા નહિ આવે તો માત્ર તે જ્ઞાનની વાતો કર્યા કરીશ પણ અંદર લૂખાશ થઈ જશે. મહિમા સાથે હશે તો અંદર તને એમ થશે કે અહો ! આત્મા આવો ચમત્કારી છે. અહો ! આ આત્માની સાધના દેવ-ગુરુ કરી રહ્યા છે. એવું અંદરથી તને આશ્ચર્ય લાગવું જોઈએ, તો તારા તત્ત્વના વિચારો પણ યથાર્થ રીતે ચાલશે. ભક્તિમાર્ગમાં આમ કહેવું છે.
જ્ઞાન એકલું લૂખું ન હોવું જોઈએ, સાથે ભક્તિ-વિરક્તિ, તત્ત્વવિચાર બધું હોવું જોઈએ, તે બધું હોય તો મુમુક્ષુ મર્યાદા બહાર જતો નથી. અમુક જાતના પરિણામો આવે તો પણ મર્યાદાથી બહાર ન જાય. લૂખું હોય તો મર્યાદા બહાર પરિણામ જાય છે. આ ચૈતન્ય આવો મહિમાવંત છે, વિભાવમાં રોકાવા જેવું નથી તેમ ભાવના આવે છે. દેવ-ગુરુ કેવું કરી રહ્યા છે, એમ મહિમા કરીને પણ પરિણતિને આત્મા તરફ વધારે વાળે છે-નહિ તો લૂખું થઈ જાય અને મર્યાદા બહાર ચાલ્યો જાય. ૧૪૬ પ્રશ્ન- સવારે ઊઠીને ‘ચિંતવન” કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, છતાં કંઈ થતું નથી. પૂ. ગુરુદેવ અને આપના ઉપકારનું શું વર્ણન થઈ શકે ? જો આ ભવમાં આત્માનું વદન થાય મનુષ્યભવ સફળ છે; નહિ તો આ મનુષ્યભવ મડદા જેવો છે તો શું કરવું? માટે માર્ગદર્શન આપવા કૃપા કરશો. સમાધાનઃ- માર્ગદર્શનની કયાં ખામી છે! પોતાની જ ખામી છે. બહારમાં આટલું બધું કર્યું..આટલું બધું કર્યું એમ કાંઈ બહારથી માપ આવતું નથી. એવું તો જીવે ઘણું કર્યું છે. પોતાનો રસ બીજે કયાંય રોકાય છે. જે વિભાવથી ન્યારાપણું જોઈએ, જે હૃદય ભીંજાયેલું જોઈએ, એ અંદરથી થવું જોઈએ તે નથી થતું ત્યાં સુધી થવું મુશ્કેલ પડે છે. અંદર જીવ કયાંક રોકાતો હોય છે એટલે છૂટો નથી પડતો.
તે બહારથી બધું કરે ધ્યાનમાં બેસી જાય, સ્વાધ્યાય કરે, પણ અંતરમાંથી તેણે જ્યાંથી છૂટવાનું છે ત્યાંથી છૂટું પડવું જોઈએ ને? જીવ બધું કરે છે.-કહ્યું છે ને!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com