________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંપાદકીય નિવેદન
અધ્યાત્મયુગઋષ્ટા પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ ભગવાન મહાવીરસ્વામીના શાસનમાં આશરે બે હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલાં મહા સમર્થ આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદવ તથા અન્ય આચાર્યો-મુનિઓ દ્વારા વિરચિત પરમાગમોમાં રહેલાં અધ્યાત્મના પરમ ગૂઢ રહસ્યોને ખોલીને ઘણા કાળથી લુણવત્ મોક્ષમાર્ગને પુનઃ પ્રકાશિત કર્યો અને પંચમકાળમાં તીર્થકરતુલ્ય કાર્ય કરીને ચતુર્થકાળ વર્તાવ્યો ૪૪-૪૫ વર્ષ સુધી જિનવાણીના અમૃતધોધ વહાવીને ભારતના ભવ્ય જીવો ઉપર મહાન-મહાન ઉપકાર કર્યો છે.
આવા મહાન ઉપકારી ગુનો વિરહ અસહ્ય હતો. પૂજ્ય ગુરુદેવશ્રીનાં પરમ ભક્ત સ્વાનુભૂતિવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન આ ગુરુવિરહકાળમાં ભોક્તોના પરમ આધારસ્તંભ બન્યા હતા. તેઓશ્રીએ પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશનું હાર્દ સમજીને ભવાંતના કારણરૂપ ભગવતી અનુભૂતિ પ્રાપ્ત કરી હતી આ પુસ્તકમાં તેઓશ્રીને જિજ્ઞાસુઓએ પૂછેલા પ્રશ્નોનું અને તેઓશ્રી દ્વારા કરાયેલા તેના સમાધાનનું સંકલન કરવામાં આવ્યું છે.
પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન અતિ ગંભીર, શાંત-વૈરાગ્ય મુદ્રા ધારી, અલ્પભાષી, નિર્માની, બહાર પડવાની ભાવનાથી દૂર રહેવાવાળા હતા. પૂજ્ય ગુરુદેવશ્રી તો તેમની સ્વાનુભૂતિની પ્રશંસા કરતાં થાકતાં ન હતાં. અનેક પ્રકારની પ્રશંસાના ઉદ્દગારો સહજપણે સરી પડતા હતા, જેનો હેતુ મુમુક્ષુ જગત તેમને ઓળખે ને લાભ લે તે હતો. પૂજ્ય બહેનશ્રીની ભવાતાપવિનાશક વાણીનો લાભ આત્માર્થી જીવોને મળ્યો તથા મુમુક્ષુઓના મહાભાગ્યે ટેપમાં સંગ્રહિત થયો, જેના ફળસ્વરૂપે પ્રસ્તુત પુસ્તક બહાર આવ્યું છે.
જૈનદર્શનના રહસ્યો ઘણા ઊંડા તેમ જ અનુભવગમ્ય હોવાથી અનુભવી આત્મજ્ઞાનીના પ્રત્યક્ષ માર્ગદર્શનનું મૂલ્ય કોઈ વિશિષ્ટ પ્રકારનું હોય છે. જ્યાં સુધી આત્માની પ્રત્યક્ષ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આત્માર્થી જીવોને અનેક પ્રકારના પ્રશ્નો ઊઠે છે અને ત્યારે પ્રત્યક્ષ જ્ઞાનીનું માર્ગદર્શન-સમાધાન તેને આત્મા તરફ દોરે છે. પૂજ્ય બહેનશ્રીની ભાવના તો એકાંતમાં રહીને નિરંતર પોતાની સાધના સાધવાની હતી, તેમ છતાં પૂજ્ય ગુરુદેવશ્રીનો વિયોગ થતાં મુમુક્ષુઓની મુંઝવણભરી પરિસ્થિતિ જોતાં, નાદુરસ્ત તબિયત હોવા છતાં જિજ્ઞાસુ દ્વારા પૂછવામાં આવેલાં તાત્ત્વિક પ્રશ્નોનું સમાધાન કરુણાવશ સાદી મૂદુ ભાષામાં કર્યું. કોઈ અલ્પ-અભ્યાસી હોય તો તે પણ બધા પડખાઓ સ્પષ્ટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com