________________
[ ૮૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] જ્ઞાનનો પરિચય કરવો, જ્ઞાતાનો પરિચય કરવો અને વારંવાર તેનો અભ્યાસ કરવો તે તેનો ઉપાય છે. ૧૦૪. પ્રશ્ન:- પર્યાય ઉપરથી દ્રવ્યનો ખ્યાલ કેવી રીતે કરવો ? સમાધાન- દષ્ટિ તો દ્રવ્ય ઉપર જ કરવાની છે, પણ પર્યાય વચ્ચે આવે છે. પર્યાયનો આશ્રય નથી આવતો, પણ પર્યાય સાથે આવે છે. દ્રવ્યનો વિષય પર્યાય કરે છે. દૃષ્ટિની દિશા પલટાય છે ત્યારે વિષય દ્રવ્ય બને છે. પર્યાય વચ્ચે આવે છે. ૧૦૫. પ્રશ્ન:- અમને તો જ્ઞાનની પર્યાય જણાય છે, તો શું કરવું? સમાધાન- જ્ઞાનની પર્યાય ભલે જણાય, પણ જ્ઞાનસ્વભાવ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો, પર્યાય ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરવો, પણ જ્ઞાયક ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. જે અંશ દેખાય છે તે અંશ ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરવો. જે આ ક્ષણે ક્ષણે દેખાય તે હું એમ પ્રયત્ન ન કરવો. પરંતુ જાણનારની શક્તિ ધરાવનારો કોણ છે? તે દ્રવ્યને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. આ જાણું, આ જાણ્યું, એમ પર્યાયને ગ્રહણ કરવાનો પ્રયત્ન નહિ કરતાં, અખંડ જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. તેના લક્ષણથી જ્ઞાયક ગ્રહણ થાય છે. પર્યાય ગ્રાહકરૂપે વચ્ચે આવે છે. ૧O6. પ્રશ્ન- અમારે સ્વભાવ પ્રાપ્ત કરવો છે ને તે થતો નથી એટલે મૂંઝવણ થાય છે. સમાઘાન- અંતરમાં જ્ઞાયકદેવ પ્રગટ ન થાય ત્યાં સુધી આત્માર્થીને સંતોષ થતો નથી, પણ શાંતિ રાખીને પ્રયત્ન કરવો. જ્ઞાયકદેવને ગ્રહણ કરવા માટે અંતરમાંથી તેનો અભ્યાસ વારંવાર કરવો, મૂંઝાઈ ન જવું. એકત્વબુદ્ધિ તોડવાનો પ્રયત્ન શાંતિ રાખીને કરવો. પ્રયત્ન તો પોતાને જ વારંવાર કરવાનો છે. પોતાની ભૂલે પોતે વિભાવમાં દોડ્યો જાય છે, પોતે પુરુષાર્થ કરે તો પોતા તરફ આવે છે. માટે વારંવાર ઊંડા ઊતરીને સ્વભાવને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. ચૈતન્યનો વારંવાર અભ્યાસ કરે તો સહજ થઈ જાય અને જ્ઞાયક પ્રગટ થયા વગર રહે નહિ. સમજપૂર્વક વારંવાર કરે તેને પછી સહજ થઈ જાય છે. શરૂઆતની ભૂમિકા દુષ્કર છે. ૧૦૭. પ્રશ્ન- સ્વભાવ જલદી પ્રાપ્ત થાય તેનો કોઈ ઉપાય ખરો ? સમાધાન- પ્રાપ્ત કરવાનો ઉપાય એક ભેદજ્ઞાન જ છે. ચૈતન્ય જ્ઞાયક જુદો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com