________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૦]
[ સ્વાનુભૂતિદર્શન બહેનશ્રી:- હું જુદો છું એમ સ્વભાવ ગ્રહણ કરીને અભ્યાસ ચાલુ રાખે તો પછી તેને સહજ થવાનો અવકાશ છે. આત્મા સહજ સ્વભાવે છે અને તેના જ્ઞાન-દર્શન-ચારિત્ર પણ સહજ છે-બધું સહજ છે, પણ તે તરફ પ્રયત્ન નથી વળતો તેથી મુશ્કેલી પડે છે. તેણે શરૂઆતમાં પ્રયત્ન કરી કરીને પોતા તરફ વળવું પડે છે, પછી તો તેનો સ્વભાવ સહજ છે. તેથી પોતા તરફ તેની પરિણતિ સહેજે આવે છે. પહેલાં પરિણતિને પ્રયત્ન કરી કરીને પોતા તરફ વાળવી પડે છે, કેમકે અનાદિનો અભ્યાસ છે. ૫૮૭. પ્રશ્ન- ઉપદેશ સાંભળીને વૃત્તિમાં મજબૂતી આવતી નથી તેનું કારણ શું? સમાધાનઃ- મજબૂતી નહિ આવવાનું કારણ પોતે જ છે, બીજો નથી. પોતે મજબૂતી લાવે તો આવે. અનાદિના એના એ અભ્યાસમાં ચાલ્યો જાય છે ને સ્વરૂપ દેખાતું નથી એટલે મજબૂતી આવતી નથી. પણ આત્માને લક્ષણથી ઓળખીને નક્કી કરવો જોઈએ. જે આત્મા સુખ-આનંદ ઇચ્છી રહ્યો છે તે પોતે સ્વયં સુખરૂપ છે. તે બહારથી સુખ ઇચ્છતો, સુખની-આનંદની ઝંખના કર્યા કરે છે; પણ સુખ બહારથી મળતું નથી, અને આકુળતા આકુળતા રહ્યા કરે છે. સુખને ઇચ્છનારો પોતે જ સુખસ્વરૂપ છે. માટે બહારનો આશ્રય છૂટી જાય અને પોતે એકલો જ રહી જાય તો પોતામાંથી સુખ અને આનંદ પ્રગટે છે અને તે નિર્ણય પોતે કરે તો થાય છે. પ૮૮. પ્રશ્ન- જે બહારનો સુધારો કરવા માંગે છે તેનું જ્ઞાન શું મિથ્યા કહેવાય ? સમાધાનઃ- જ્ઞાન મિથ્યા છે, કેમકે વિભાવ ભાવોને છોડવાનો માર્ગ તે સમજ્યો નથી. વિભાવ કઈ રીતે છૂટે તેનો સાચો ઉપાય તે નહિ જાણતો હોવાથી માત્ર બહારમાં જ સુધારો કરે છે. જે બહારનો સુધારો કર્યા કરે છે–બહારથી જ સુધારો કરવા માંગે છે તેનું જ્ઞાન સાચું નથી, તે માર્ગને ઓળખતો નથી. જેનું લક્ષ જ્ઞાયક ઉપર નથી એવા ઘણા જીવો માત્ર બહારથી જ સુધારો કર્યા કરે છે અર્થાત અશુભભાવનો સુધારો કર્યા કરે છે, પણ તે રીતે વિભાવ વાસ્તવિકપણે છૂટતા નથી. માટે તેનું જ્ઞાન સાચું નથી. મુમુક્ષુ- બહારથી એટલે શુભનું અવલંબન લઈને? બહેનશ્રી:- અજ્ઞાની જીવ બહારથી એટલે કે શુભનું અવલંબન લઈને અશુભને છોડવા માંગે છે; પણ સાચા માર્ગને તે જાણતો નથી, આત્મા તરફ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com