________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૩૩૧ તેની દૃષ્ટિ નથી તેમ જ આત્માને લક્ષે વિભાવ છૂટે એવું કાંઈ ધ્યેય નથી. કષાયની મંદતા જીવે અનંતવાર કરી છે, મંદ કષાય કરીને અનંતવા૨ મુનિપણું લઈ લીધું છે –આમ બહારથી બધો સુધારો કર્યો છે, પણ તેનું જ્ઞાન સાચું નહિ હોવાથી તેને વાસ્તવિકપણે વિભાવ છૂટતો નથી. માત્ર તેને વૈરાગ્યથી બહારનું બધું છૂટી જાય છે, પણ ખરી રીતે અંતરમાંથી વિભાવ છૂટવો જોઈએ તે છૂટતો નથી કારણ કે તેનું જ્ઞાન સાચું નથી. ૫૮૯.
પ્રશ્ન:- હું કાંઈ ન કરું તો શું શૂન્ય ન થઈ જાઉં?
સમાધાનઃ- હું કાંઈ નથી કરી શકતો, હું તો જાણનાર છું.-એવી ઉદાસીનતા અને જ્ઞાયકની મહિમા જેને લાગે તે પોતે શ્રદ્ધા કરીને પરિણતિને કેળવે તો તેની સહજ દશા થાય. હું કાંઈ નથી કરી શકતો તો હું નકામો-શૂન્ય નિષ્ક્રિય થઈ જઈશ એવું અંદર લાગતું હોય તે ઉદાસીન રહી શકે નહીં.
જેને પ્રવૃત્તિનો રસ હોય તેને એમ લાગે છે કે સિદ્ધભગવાનને કાંઈ કરવાનું નહિ? તેમ જ આ બધું છૂટી જશે તો શૂન્યતા તો નહિ આવી જાય ને? તેને અંદર સ્વભાવમાં બધું ભર્યું છે એવી મહિમા-શ્રદ્ઘા અંદરથી આવતી નથી. ૫૯૦. પ્રશ્નઃ- સત્પુરુષના સાન્નિધ્યમાં આત્માની લગની કાંઈક વધે ને ?
સમાધાનઃ- સત્પુરુષનું મહાન-પ્રબળ નિમિત્ત છે, પણ કરવાનું પોતાને રહે છે. એટલે શાસ્ત્રમાં આવે છે ને? કે દેવ-શાસ્ત્ર-ગુરુનું કે સત્પુરુષનું સાન્નિધ્ય ગોતીને તું તેમના શરણે જા, તેઓ કહે તેમ કર. પણ કરવાનું તો પોતાને રહે છે, ઉપાદાન પોતાને તૈયાર કરવાનું રહે છે. કોઈ કરી દેતું નથી. મુક્તિનો માર્ગ પ્રગટ કરવા માટે સત્પુરુષનું નિમિત્ત પ્રબળ છે. અર્થાત્ મુક્તિના માર્ગને ઓળખવા માટે, સ્વાનુભૂતિ પ્રગટ કરવા માટે, જિજ્ઞાસુની ભૂમિકા-આત્માર્થતા પ્રગટ કરવા માટે ગુરુનું નિમિત્ત મોટું છે, પણ કરવાનું પોતાને ૨હે છે. ૫૯૧.
પ્રશ્ન:- પર્યાયમાં પુરુષાર્થ થતો હોય તો તેને જ્ઞાની કરે છે કે જાણે છે?
સમાધાનઃ- માત્ર જાણે એટલું જ નથી, પુરુષાર્થ કરે છે. તે એવી જાતનું જાણે છે કે હું જ્ઞાતા છું. આમ જ્ઞાતાની ઉગ્રતા કરે એટલે જ્ઞાનમાં પુરુષાર્થ આવી જાય છે. માત્ર જાણવા ખાતર જાણે તો જ્ઞાનમાં પુરુષાર્થ આવી જતો નથી,
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com