________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦]
[ સ્વાનુભૂતિદર્શન ભેદજ્ઞાનની ધારાને ઉગ્ર કરીને દષ્ટિનું બળ વધારતો જાય છે, પોતાની પરિણતિને એકદમ પોતા તરફ વાળતો જાય છે, વિભાવ તરફ જતી પરિણતિને સ્વભાવ તરફ ખેંચતો જાય છે. દષ્ટિમાં પર્યાયને હેય માને છે, છતાં પણ પુરુષાર્થની દોરી ચાલુ છે. હું તો અખંડ છું તો પણ આ વિભાવની પર્યાય થઈ રહી છે, સ્વભાવની પર્યાય અધૂરી છે તે બધું જાણે છે, અને પુરુષાર્થની દોરી પોતા તરફ ખેંચતો જાય છે. ૨૪૮. પ્રશ્ન- શાસ્ત્રભાષાથી કહીએ કે પ્રગટ કરવાની અપેક્ષાએ પર્યાય ઉપાદેય છે. પરંતુ આપે જે કહ્યું તેનાથી સ્પષ્ટીકરણ બહુ સરસ થયું. સાધનામાં સાધકને આવાં પરિણામ આવે છે તે બહુ સરસ વાત કરી. તે વિશેષ સમજાવશોજી. સમાધાન - સાધનામાં આવા પરિણામ સાથે હોય જ. તેની દષ્ટિ જ્ઞાયક ઉપર સ્થપાયેલી રહે છે. દષ્ટિ જ્ઞાયકથી છૂટી પડતી નથી. હું જ્ઞાયક છું એમ શાયકનું જે અસ્તિત્ત્વ ગ્રહણ કર્યું છે, વિભાવથી ન્યારો, અધૂરી કે પૂર્ણ પર્યાય જેટલો પણ હું નહિ તથા ગુણના ભેદ પણ મારામાં નથી એવી જે દૃષ્ટિ જ્ઞાયક ઉપર પાણી તે (તેની) દષ્ટિ ત્યાંથી ખસતી જ નથી. છતાં તેને જ્ઞાનમાં ખ્યાલ છે કે આ વિભાવ ઊભો છે, હુજી અધૂરી પર્યાય છે, સ્વભાવનું વેદન અંશે થાય છે. સ્વાનુભૂતિની દશા પ્રગટી છે; જ્ઞાયકની સવિકલ્પ ધારામાં અંશે શાંતિનું વેદન થાય છે, પણ હજી તે પૂરું નથી–અધૂરું છે; વિકલ્પની, વિભાવની બધી જાળ હજી ઊભી છે એમ તે જાણે છે ને તે વિભાવથી પોતાની પરિણતિને છૂટી પાડતો પુરુષાર્થ કરતો જાય છે. દષ્ટિની સાથે વિભાવથી છૂટવાના પુરુષાર્થની દોરી સાથે ને સાથે રાખે છે. વિભાવમાં એકત્વ થતું નથી અને તેની જેટલી ઉગ્રતા થાય છે તે પ્રમાણે પુરુષાર્થ કરતો જાય છે.
આમ પુરુષાર્થ કરતાં-કરતાં તેની ભૂમિકા પલટાઈ જાય છે. ચોથી ભૂમિકા પછી પાંચમું ગુણસ્થાન, પછી છઠ્ઠી-સાતમાની ભૂમિકામાં તે પોતાના સ્વભાવની દોરીને વધારે ખેંચતો હોવાથી જ્ઞાનની ઉગ્રતા, જ્ઞાતાધારાની તીખાશ અને વિરક્તિ વધતી જાય છે. સ્વભાવની એકદમ નિર્મળતા થતી જાય છે ને સ્વાનુભૂતિની દશા વધતી જાય છે. તેની દષ્ટિ ચાલુ છે ને પુરુષાર્થની દોરી પણ સાથે ને સાથે ચાલુ જ છે. ૨૪૯. પ્રશ્ન- જ્ઞાનનું ફળ વિરતિ છે, તો મુમુક્ષુની ભૂમિકામાં થોડું વિભાવથી રહિત થવું જોઈએ ને ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com