________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[ ૧૫૧ સમાધાન - યથાર્થ જ્ઞાન પ્રગટે, જ્ઞાયકની ધારા પ્રગટે તેનું ફળ વિરતિ છે તેથી જેને જ્ઞાયકની ધારા પ્રગટે તેને વિરક્તિ આવી જાય છે, તે વિભાવથી છૂટો પડી જાય છે, અનંતાનુબંધી કષાયો તૂટીને અંશે સ્વરૂપ રમણતા પ્રગટે છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. તે કારણે જ્ઞાયકની ધારા પ્રગટે છે તેમાં તેને અમુક અંશે વિભાવ છૂટી જાય છે.
મુમુક્ષુ ભૂમિકામાં જ્યાં જિજ્ઞાસા પ્રગટ થઈ ત્યાં તે વિચાર-વાંચન કરે તેની સાથે તેને અમુક વૈરાગ્યાદિ હોય જ છે, ન હોય તો તેટલી રૂચિ જ નથી. આત્મા તરફ રુચિ જાય અને વિભાવનો રસ ન છૂટે તો તેને તત્ત્વની રુચિ જ નથી. વિભાવનો રસ છૂટવો જ જોઈએ. જ્ઞાયકની ધારા પ્રગટે તે યથાર્થ વિરતિ છે. જિજ્ઞાસુને અભ્યાસમાં આત્માની રુચિ જાગે તેને વિભાવનો રસ છૂટવો જ જોઈએ. તે તત્ત્વ વિચાર કરે, વાંચન કરે પણ અંદરથી એટલો વૈરાગ્ય ન આવે તો યથાર્થ રુચિ જ નથી. રુચિ સાથે તેને થોડી વિરક્તિ અને અંદરથી વિભાવનો રસ છૂટી જવો જોઈએ. ૨૫૦. પ્રશ્ન- શ્રીમદ્જીમાં આવે છે કે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ તે દ્રવ્યાનુયોગ પરિણમ્યાનું મૂળ છે એ કોઈ કાળે ભૂલીશ નહિ. ત્યાં શું કહેવું છે ? સમાધાનઃ- જેને દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમી ગયો. તેને સંયમ ક્રમે ક્રમે આવી જ જાય છે. તેને સ્વરૂપ રમણતા પ્રગટ થઈ ચારિત્ર પ્રગટે છે. મુમુક્ષુ દશામાં અમુક પ્રકારે તેને બહારથી રુચિ છૂટી જાય છે. વૈરાગ્ય આવી જાય છે. ૨૫૧. પ્રશ્ન- અર્પણતા એટલે શું? સમાધાન - અર્પણતામાં બધા આગ્રહો છૂટી જવા જોઈએ, આગ્રહોના નાંગળા ઢીલા થઈ જાય તો અર્પણતા થાય. અર્પણતામાં બધા આગ્રહો-કે હું કાંઈ જાણું છું તે છૂટી જવું જોઈએ. કોઈ જાતની પક્કડ ન રહેવી જોઈએ. ર૫ર. પ્રશ્ન:- નિર્ણય કરીએ અને અમુક સમયે નિર્ણય છૂટી જાય તેનું કારણ શું? સમાધાન - રુચિ ન હોય તો નિર્ણય થઈને છૂટી જાય. રુચિ પ્રબળ હોય તો એમ ને એમ નિર્ણય ટકાવી રાખે અને તેનો નિર્ણય આગળ કાર્ય કરે કે આ હું છું આ હું નથી. એમ રુચિ હોય તો નિર્ણય તેનું દૃઢતાપૂર્વક કાર્ય કર્યા કરે. આવું તેને પ્રથમ અભ્યાસરૂપ હોય. આ હુજી યથાર્થ નથી, પણ તેનો અભ્યાસ કરતાં-કરતાં યથાર્થ થવાનો અવકાશ છે. ૨૫૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com