________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨]
[ સ્વાનુભૂતિદર્શન શાસ્ત્ર-અભ્યાસ, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા વગેરે આવે છે અને તે એક આત્માને ઓળખવા માટે છે. આત્મા કેમ ગ્રહણ થાય? એમ વારંવાર વારંવાર ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરવી જોઈએ. પહેલાં તે ભેદજ્ઞાન ભાવનારૂપ હોય, પછી તેની સહજ ધારા પ્રગટ થાય તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પદશા પ્રગટ થવાનો પ્રસંગ આવે છે. જે ટકતો શાશ્વતો ભાવ છે તે જ હું છું. આમ અંતરમાં દ્રવ્ય ઉપર દષ્ટિ થવી તે જ મુક્તિનો માર્ગ છે.
જીવે ઘણીવાર ક્રિયાઓ કરી છે, શુભભાવો કર્યા છે. તેનાથી પુણ્યબંધ થાય છે, દેવલોક મળે છે, પણ ભવનો અભાવ થતો નથી. વિકલ્પ તૂટીને અંતરમાં સ્વાનુભૂતિ થાય તો ભવનો અભાવ થાય અને તે મુક્તિનો માર્ગ છે. તેના માટે વર્તમાનમાં ભેદજ્ઞાનની ધારા પ્રગટ થાય તો સ્વાનુભૂતિનો પ્રસંગ આવે છે. જ્ઞાન આત્મામાંથી પ્રગટે, દર્શન આત્મામાંથી પ્રગટે અને ચારિત્ર પણ આત્મામાંથી પ્રગટ થાય છે માટે તેઓ આત્મસ્વભાવ છે; પણ શુભભાવ આત્માનો મૂળ સ્વભાવ નથી. તેથી દષ્ટિ તેને હેય માને છે. જ્યારે જ્ઞાન બધાને જાણે છે. વચ્ચે અધૂરી પર્યાય આવે, શુભભાવ આવે તેને જ્ઞાન જાણે છે. અને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાનની ધારા ચાલુ જ છે.
સ્વાનુભૂતિ વધી જાય તો તેને મુનિદશા આવે છે. મુનિદશામાં વારંવાર આત્મામાં લીનતા થાય છે. તેમ કરતાં કરતાં એટલી સ્થિરતા વધી જાય કે પૂર્ણ વીતરાગદશા અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અનાદિકાળથી હું પરનું કરી શકું છું એવી ભ્રમબુદ્ધિ છે, પરંતુ બીજાનું કરી શકતો નથી. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય છે તેમાં દ્રવ્ય-ગુણ તો શાશ્વત છે ને પર્યાય પલટે છે. તો તે પોતાની પર્યાયને પલટાવી શકે છે. અર્થાત્ વિભાવ પર્યાયમાંથી સ્વભાવ પર્યાય પ્રગટ કરી શકે છે, પણ બીજાનું તો કાંઈ પલટાવી શકતો નથી. માત્ર કર્તબુદ્ધિ અજ્ઞાનતાથી કરે છે કે આ હું કરું છું. વિકલ્પ પણ પોતાનો સ્વભાવ નથી, છતાં અજ્ઞાનદશામાં તેમાં જોડાયા કરે છે. જો ભેદજ્ઞાનની ધારા પ્રગટે તો સ્વસમ્મુખ થાય અને સ્વાનુભૂતિ પ્રગટ થાય. ખરું તો એ કરવાનું છે. ગુરુદેવે માર્ગ બહુ સ્પષ્ટ કરીને બતાવ્યો છે. શાસ્ત્રોના બધા ઉકેલ ગુરુદેવે કરી દીધા છે. ૬૮. પ્રશ્ન:- આત્માની નિર્વિકલ૫દશા પ્રગટ કરવા માટે શું જરૂરી છે અને તે કેવી હોય તે કૃપા કરીને કહેશો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com