________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮]
[સ્વાનુભૂતિદર્શન પોતે પોતાને જાણે છે અને પર એટલે કે બહારના શયને નથી જાણતું; પણ પોતે અંતરમાં જ્ઞાન-જ્ઞય-જ્ઞાતા સ્વરૂપ એવા પોતાને અભેદપણે જાણે છે, પોતાની અનંત પર્યાયોને જાણે છે. તે અનંત પર્યાયનાં નામ નથી આવડતાં, પણ પોતાને અનંત પર્યાયનું વદન થાય છે તેને જાણે છે. ચૈતન્યચમત્કાર સ્વરૂપ આત્મા છે, તેની અનેક જાતની પર્યાયને તે જાણે છે તે અનુભવના કાળે પરપ્રકાશકપણું છે અને ઉપયોગ બહાર હોય ત્યારે તે બહારનું જાણે છે પણ તેમાં એકત્વ થતો નથી. (અનુભવ કાળે) પોતે પોતાનો જ્ઞાયક રહે છે, જ્ઞાતાની ધારા ચાલે છે અને ઉપયોગ બહાર હોય છે ત્યારે તેનાથી જુદો રહીને પરને જાણે છે. એટલે કે પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. આ રીતે સવિકલ્પદશામાં સ્વપરપ્રકાશકપણું છે અને અંતરમાં પોતે પોતાને જાણે છે અને પોતાના અનંતગુણપર્યાયોને જાણે છે તે નિર્વિકલ્પદશાના કાળનું સ્વ-પરપ્રકાશકપણું છે. અનેક જાતની પર્યાયો તેને સ્વાનુભૂતિમાં પરિણમે છે તેને જાણે છે તથા પોતાને અભેદપણે જાણે છે. આ રીતે બધું જાણે છે તે નિશ્ચય સ્વ-પરપ્રકાશકપણું છે.
પરને જાણે તે વ્યવહાર એટલે કે તે પરને નથી જાણતો એવો તેનો અર્થ નથી. વ્યવહાર એટલે કે બીજાને જાણતો નથી અને બીજાને જાણે તે કહેવામાત્ર છે એવું નથી. પરને જાણે છે, પણ તે બીજું બહારનું-શય થયું એટલે વ્યવહાર કહેવાય છે. ૨૮. પ્રશ્ન- વિશેષ શાસ્ત્ર-અભ્યાસ ન હોય તો પણ આત્માની પ્રાપ્તિ થઈ શકે ? સમાધાનઃ- શિવભૂતિ મુનિને ગુરુએ માતુષ-મારૂષ એમ કહ્યું, પરંતુ એટલું પણ તેઓ ભૂલી ગયા અને તુષ-માષ થઈ ગયું. ત્યાં એક બાઈ દાળ ધોતી હતી. તે ફોતરાં અને દાળ જઈને તેમને થયું કે ફોતરાં જુદાં છે અને દાળ જુદી છે. અને તે ઉપરથી યાદ આવ્યું કે મારા ગુરુએ એમ કહ્યું છે કે આત્મા જુદો છે ને શરીર, વિભાવ-રાગ-દ્વેષાદિ જુદા છે. આ રીતે મારો સ્વભાવ જુદો છે એમ પ્રયોજનભૂત ગ્રહણ કરી લીધું અને અંતરમાં ઊતરી ગયા. આમ વધારે શાસ્ત્ર-અભ્યાસની જરૂર નથી, પણ અંદરની લગની, અંદરનો પુરુષાર્થ અને રુચિની જરૂર છે. તે યથાર્થ સમજે તો થાય અને આત્માનું અસ્તિત્વ ગ્રહણ કરે તો થાય. અંતરસ્વરૂપ સમજવાની જરૂર છે. આત્મા બીજાથી જુદો છે, તે જ્ઞાયક છે, આનંદથી ભરેલો છે, મહિમાવંત છે, તે કોઈ જુદું જ તત્ત્વ છે એમ અંતરમાંથી સમજે તો થાય. જિનેન્દ્રદેવે પૂર્ણતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com