________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[૨૭ તો સમ્યગ્દર્શન વિષય જે ધ્રુવદ્રવ્ય છે તે ઉપાદેય છે અર્થાત્ ધ્રુવદ્રવ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. સમ્યગ્દર્શન તો પર્યાય છે અને પર્યાય ઉપર દષ્ટિ કરવાની હોતી નથી. દષ્ટિ તો ધ્રુવદ્રવ્ય ઉપર કરવાની હોય છે, માટે વાસ્તવિક રીતે ઉપાદેય તો પરમ પારિણામિક ભાવ સ્વરૂપ અનાદિ-અનંત ધ્રુવ આત્મા છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવા યોગ્ય છે, પણ પર્યાય ઉપર દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થતી નથી. એ તો દ્રવ્ય ઉપર દષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. માટે વાસ્તવિક રીતે
ધ્રુવદ્રવ્ય પ૨મ પારિણામિક ભાવ સ્વરૂપ જે આત્મા છે તે-ગ્રહણ કરવા યોગ્ય છે,ઉપાદેય છે. સમ્યગ્દર્શન, કેવળજ્ઞાન આદિ પ્રગટ કરવાની અપેક્ષાએ બધું ઉપાદેય છે; પણ તેના ઉપર દૃષ્ટિ કરવાથી સુખ પ્રગટ થતું નથી. તેથી વાસ્તવિક ઉપાદેય ધ્રુવ આત્મા છે. સમ્યગ્દર્શન પ્રગટ કરવાથી સુખ-આનંદ પ્રગટ થાય છે, માટે તે ઉપાદેય છે. આમ બંનેની અપેક્ષાઓ જુદી છે. સમ્યગ્દર્શન, સ્વાનુભૂતિ, કેવળજ્ઞાન વગેરે બધું ઉપાદેય છે, પણ તે પર્યાય હોવાથી તેના ઉપર દિષ્ટ દેવાથી સુખ પ્રગટ થતું નથી. ધ્રુવ ઉ૫૨ દષ્ટિ કરવાથી પ્રગટ થાય છે, માટે ધ્રુવ ઉપાદેય છે.
આ રીતે કોઈ અપેક્ષાએ સમ્યગ્દર્શન ઉપાદેય છે અને કોઈ અપેક્ષાએ ધ્રુવ ઉપાદેય છે. તે બંને ઉપાદેય છે, પણ અપેક્ષા જુદી છે. એક વ્યવહાર છે અને એક નિશ્ચય છે. પણ તે વ્યવહાર એવો નથી કે કાંઈ છે જ નહિ, એમ નથી. સમ્યગ્દર્શન આદિ અનંત શુદ્ધપર્યાય વેદનમાં આવે છે તેથી ઉપાદેય છે. પરંતુ તે અનંતપર્યાય ધ્રુવને ગ્રહણ કરવાથી વેદનમાં આવે છે. માટે ખરેખર ધ્રુવ ઉપાદેય છે. સમ્યગ્દર્શન સર્વથા ઉપાદેય નથી એમ નથી, તે ઉપાદેય છે, પણ તે વ્યવહાર અપેક્ષા છે અને ધ્રુવ ઉપાદેય છે તે નિશ્ચય અપેક્ષા છે. ૨૭.
પ્રશ્ન:- આત્માનો સ્વભાવ તો સ્વ-પરપ્રકાશક છે. તો સમ્યગ્દષ્ટિ જીવને સ્વાનુભૂતિના સમયે પ૨ જણાય છે કે કેમ ?
સમાધાનઃ- સ્વાનુભૂતિના સમયે બહાર ઉપયોગ નથી એટલે ૫૨-૫૨શેયો જણાતા નથી. પોતાનો ઉપયોગ અંદર છે અને તેમાં અનંતગુણની પર્યાયો જણાય છે, માટે સ્વ-૫૨પ્રકાશકપણું ત્યાં પણ ઊભું રહે છે, તેનો નાશ થતો નથી. સમ્યગ્દર્શનસ્વાનુભૂતિની પર્યાય પ્રગટે છે તે કાળે પોતે આનંદગુણને વેદે છે, પોતાના અનંતગુણ વેદનમાં આવે છે. માટે પોતે પોતાને જાણે છે અને પોતે બીજા ગુણપર્યાયોને પણ જાણે છે અને તેથી સ્વ-૫૨પ્રકાશકપણું છે. સ્વાનુભૂતિના સમયે સ્વને એટલે કે જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com