________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[ ર૩૯ કરે તો ન થાય, ક્ષણે ક્ષણે તે જાતનો ઉગ્ર પુરુષાર્થ કરે તો થાય. ક્ષણે ક્ષણે તેનું જીવન જ્ઞાયકમય થઈ જાય તો પ્રગટ થાય. ૪૩૬. પ્રશ્ન- જીવને જેવો જેવો કર્મનો ઉદય આવે તેવું થાય તેમાં પોતે શું કરી શકે ? સમાધાનઃ- બહારના સંયોગો મળવા, પૈસા મળવા, આ બધું મળવું તેમાં પુણ્યપાપ કારણ છે. પણ અંદરમાં જે રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ થાય છે તે કર્મો નથી કરાવતાં, કર્મ તેમાં નિમિત્ત છે. જો રાગ-દ્વેષ કર્મ કરાવે તો પોતે પરાધીન થઈ ગયો. તો આપણે કોઈને એમ ન કહી શકીએ કે તું રાગ કર મા, દ્વેષ કર મા. તો ઉપદેશ કેવી રીતે અપાય કે તું દોષ કર મા? તું અહીં થી પાછો વળ, તું આમ કર મા, એમ કેવી રીતે કહી શકાય? પોતે જ દોષ કરે છે ને પોતે જ પાછો વળે છે. માટે પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે. પોતાના પરિણામ જે થાય છે તે કરવામાં પોતે સ્વતંત્ર છે; પોતાનાં પરિણામ કેમ કરવી તે પોતાના હાથની વાત છે, પણ બહારમાં જે ઉદયો આવે-જેમ કે શરીરમાં રોગ આવે, અશાતા વેદનીય આવે, કોઈને ધન મળે, કોઈને ન મળે-તે બધાને પોતે ફેરવી નથી શકતો. કોઈને ધંધો સારો મળે, કોઈને ન મળે તે ફેરવી નથી શકતો; પણ પોતાના ભાવને પોતે કરી શકે છે. રાગ-દ્વેષ કેટલા કરવા અને કેમ કરવા તે પોતે કરી શકે છે. તો જેમ રાગ-દ્વેષ કરી શકે છે તેમ પોતે શાંતિ પણ રાખી શકે છે. ગમે તેવા સંયોગો આવે તો પણ આકુળતા ન કરવી. બહુ ખેદ ન કરવો.
તેણે જેમ કરવું હોય તેમ તે કરી શકે છે. પોતે પોતાનો સ્વભાવ ઓળખવો, વિભાવથી છૂટું પડવું, આત્મામાં જવું, તે બધું પોતે સ્વતંત્રપણે કરી શકે છે. ભાવ કરી શકે છે, પણ બહારનું નથી કરી શકતો. બહાર બધું પુણ્યાધીન છે, પણ આ રાગ-દ્વેષ ટાળીને અંતરમાં જવું તે સ્વાધીન છે. જો જીવ રાગ-દ્વેષ પણ ટાળી ન શકે તો પરાધીન થઈ જાય. રાગ કર્મ કરાવે, વૈષ કર્મ કરાવે, હવે હું શું કરું? આમ જો પોતે કાંઈ ન કરી શકતો હોય તો ઉપદેશ નકામો જાય. આચાર્યો પણ એમ કહે છે કે તું રાગ-દ્વેષ કર મા, તું વિકલ્પ કર મા, તું શાંતિ રાખ. તે બધો ઉપદેશ વ્યર્થ જાય. માટે પોતે પરિણામ કરી શકે છે, પોતે શાંતિ રાખી શકે છે. કર્મ જ બધું કરાવતું હોય તો ઉપદેશ શાને માટે? કર્મ જીવના ભાવને કરાવી શકતું નથી. પોતે રાગ-દ્વેષમાં જોડાય છે તે પોતાના હાથની વાત છે. મૂળ સ્વભાવ ઓળખીને પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે. ૪૩૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com