________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ ]
[ સ્વાનુભૂતિદર્શન બળ છે; પણ પુરુષાર્થની ગતિ એટલી થતી નથી એટલે બહારમાં રોકાય છે. અત્યારે જો પુરુષાર્થની ગતિ ચાલે તો અંદરમાં જ જવું છે એવી ભાવના છે ને તે માટે નિરંતર પુરુષાર્થ કરે છે. જ્ઞાતાધારા ટકાવવા ને વૃદ્ધિ માટે તેના પુરુષાર્થની ગતિ ચાલુ છે, તેનો પુરુષાર્થ ક્ષણે ક્ષણે ચાલુ જ છે. જ્ઞાયકની જ્ઞાતાધારા અને ઉદયધારા તે બંને વચ્ચે ભેદજ્ઞાનની ધારા તો ચાલુ જ છે; પણ વિશેષ લીન થઈને અંતરમાં જવા માટે તેની પુરુષાર્થની મંદતા છે, એટલે જઈ શકતો નથી.
સમ્યગ્દર્શન થાય એટલે તરત જ તેને કેવળજ્ઞાન થઈ જાય એવું નથી. કારણ કે અનાદિકાળથી પરિણતિમાં જે અધ્યવસાનના બધા અંશ છે તેનાથી ભેદજ્ઞાન તો થયું, પણ ભેદજ્ઞાન થતાં જ બધો રાગ છૂટી જતો નથી એટલે તેને વાર લાગે છે. અનંતાનુબંધી કષાય ટળી ગયો છે, સ્વરૂપાચરણ પરિણતિ પ્રગટ થઈ છે, પણ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન એવા અલ્પ અલ્પ કષાયો છે તેને લઈને તે અંતરમાં વિશેષ ઠરી શકતો નથી, એટલી પુરુષાર્થની મંદતા છે. જ્ઞાયકની ધારા તો નિરંતર તૂટ પડ્યા વગર-દિવસ ને રાત એમ ને એમ ચાલ્યા જ કરે છે. એમાં તેને જરા પણ તૂટ પડતી નથી, એવી પુરુષાર્થની ધારા ચાલ્યા જ કરે છે. તેને અંતરમાં આનંદ કોઈ અપૂર્વ આવ્યો છે. સ્વાનુભૂતિ કોઈ જુદી લાગે છે ને અંદર ઠરવાનો પ્રયત્ન કરે છે; પણ કરી શકતો નથી. ૪૨૮. પ્રશ્ન:- નિર્વિકલ્પ દશાના કાળમાં જ્ઞાન દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેને જાણે તો પણ તેમાં રાગ ઉત્પન્ન થતો નથી ? સમાધાન - સાધક ત્રણેના ભેદ નથી પાડતો, નિર્વિકલ્પ દશામાં ભેદ પાડવા બેસતો નથી. તે તો તેને સહજ જાણે છે. પર્યાયનું વેદન ને દ્રવ્યનો સ્વભાવ સહજ
એકસાથે તેને અંતરમાં જણાય છે. તે વિકલ્પથી ભેદ પાડવા બેસતો નથી, | ઉપયોગ એકસાથે ભેદ પાડયા વિના બધું જાણી લે છે. ૪૨૯. પ્રશ્ન- બુદ્ધિપૂર્વક ભેદ પાડે તો રાગ ઉત્પન્ન થાય? સમાધાન- હા; પરંતુ બુદ્ધિપૂર્વક ભેદ પાડતો નથી કે આ ગુણ છે અને આ પર્યાય છે. તે તો સહજ જણાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ નથી પાડતો, તેના વેદનમાં સહજ આવી જાય છે. ૪૩૦. પ્રશ્ન- જ્ઞાનીને સવિકલ્પ દશામાં અનેક જાતની વિચારણા ચાલે છે તો તેમાં તેને કતૃત્વ નથી હોતું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com