________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૩૭
સમાધાનઃ- કોઈ વિચાર કરવાનો અભિપ્રાય તેને છે નહિ. તેને તો જ્ઞાયકની નિર્વિકલ્પ સ્વરૂપ આત્મા છે તેની દઢ શ્રદ્ધા છે. જોકે તેને શ્રુતના વિચારો આવે છે તથા ગૃહસ્થાશ્રમમાં છે તેથી તેને લગતા વિચારો પણ હોય છે, કેમકે તે કાંઈ મુનિ તો થયો નથી-બાહ્ય અને અત્યંત સર્વસંગ પરિત્યાગી થયો નથી. તેને શ્રદ્ધામાંથી બધું છૂટી ગયું હોવાથી કોઈ સૂક્ષ્મ વિકલ્પ કે ઊંચામાં ઊંચો શુભ વિકલ્પ-કોઈને ઈચ્છતો નથી. આ રીતે તેને સર્વ પ્રકારે જ્ઞાયકની પરિણતિમાંથી બધું છૂટી ગયું છે. એવી તેની જ્ઞાયકની ધારા છે. છતાં ગૃહસ્થાશ્રમને લગતા વિચારો તેને હોય છે. પણ પુરુષાર્થની દોરી હાથમાં છે. કોઈ જાતના વિચારો મર્યાદા બહાર–જ્ઞાયકની મર્યાદા છોડીને-આવતા નથી, અનંતાનુબંધ થાય એવી જાતના કોઈ વિચારો આવતા નથી. તેને પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાનીરૂપે જ અસ્થિરતાને લગતા વિચારો હોય છે. અશુભમાંથી બચવા તે શુભમાં આવે છે, પણ જ્ઞાયકની ધારા તેને વર્તતી હોય છે. ૪૩૧.
પ્રશ્ન:- જ્ઞાનીને મિશ્રધારા પ્રવર્તે છે. તેમાં આસવના કર્તા-કર્મ આદિ ષટ્કારક પરિણમનમાં કોણ પ્રવર્તે છે?
સમાધાનઃ- આત્મા પોતે પોતાનો કર્તા છે. જ્ઞાનીને જ્ઞાનમાં કર્તા-કર્મપણું છે, વિભાવનું વિભાવમાં છે. તેને અસ્થિરતા છે તેમાં સ્વામિત્વબુદ્ધિ નથી, તેનું એકત્વબુદ્ધિએ કર્તાપણું નથી. કર્તા-કર્મપણું અસ્થિરતાના પરિણમનની અપેક્ષાએ કહેવાય છે. વાસ્તવિક કર્તાબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ છૂટી ગઈ છે. ૪૩૨.
પ્રશ્ન:- સમકિતીને કેવા આસવ હોય−તીવ્ર કે મંદ?
સમાધાનઃ- તીવ્ર મંદ હોય, પણ તે કોઈ એવા હોતા નથી કે તેનું સમ્યગ્દર્શન છૂટી જાય. એવા આસ્રવો તેની પાસે હોતા નથી. તેની ભૂમિકા અંદરમાં જુદી જાતની હોય છે. કોઈ રાગને તે ઈચ્છતો નથી, રાગને ઝરૂપે માને છે. તેનો રાગ મર્યાદિત હોય છે. જ્ઞાયક જ જોઈએ છે, કોઈ રીતે વિભાવ જોતો જ નથી; વિભાવ હેય બુદ્ધિએ છે, ઊંચામાં ઊંચો શુભ ભાવ પણ પોતાનું સ્વરૂપ નથી. એમ જેની પરિણતિ છે ત્યાં અશુભનો ઉદય કયાં અસર કરતો હતો! તેની ભેદજ્ઞાનની ધારા તૂટે-જ્ઞાયકની પરિણતિ તૂટી જાય-એવી જાતના કોઈ ઉદયો તેની પાસે હોતા નથી. તેની પુરુષાર્થની ધારા ચાલ્યા જ કરે છે.
અમુક જાતની ભૂમિકા હોય તો જ સમ્યગ્દર્શન થાય ને ટકે છે, નહીંતર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com