________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧૭ અંતરમાં આનંદનું વેદન આવે તે પોતે જ અનુભવી શકે છે. અનંતગુણથી ભરેલો આત્મા છે તેમાં તેનો ઉપયોગ સ્વાનુભૂતિ થતાં લીન થઈ જાય છે અને વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પની આકુળતા છૂટીને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય એવી સ્વાનુભૂતિ વચનમાં અમુક પ્રકારે આવે છે, બાકી તો જે વેદે તે જાણી શકે છે. તે દશા થતાં આખી દિશા બદલાઈ જાય છે. જે બહારની-વિભાવની દિશા હતી તે પલટાઈને સ્વભાવની દિશામાં, વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ એવી કોઈ જુદી દુનિયામાં-ચાલ્યો જાય છે. આ વિભાવની દુનિયામાં નહિ, પણ અલૌકિક દુનિયામાં તે ચાલ્યો જાય છે અને સ્વભાવમાં તલ્લીન-એકદમ લીન થઈ જાય છે. સ્વાનુભૂતિમાં જેવો સ્વભાવ છે તેવી જાતની પરિણતિ થઈ જાય છે. તે અનુભૂતિ વેદનમાં આવે છે તેથી જાણી શકાય છે, વેદી શકાય છે પણ કહી શકાય નહિ. આનંદથી-જ્ઞાનથી ભરેલો ચૈતન્ય ચમત્કારી દેવ પોતે બિરાજે છે તેની સ્વાનુભૂતિ થાય છે. જેવો સિદ્ધભગવાનને આનંદ છે તેનો અંશ સ્વાનુભૂતિમાં આવે છે. તે વખતે અનુપમ ગુણનો ભંડાર, અનુપમ આનંદથી ભરેલો આત્મા અનુપમ આનંદનું વેદન કરે છે. વિભાવદશામાં આનંદ નથી કેમકે તેમાં જ્ઞાન આકુળતાવાળું છે. જ્યારે સ્વાનુભૂતિમાં નિરાકુળ સ્વરૂપ આત્મા અનુપમ આનંદથી ભરેલા એવા પોતાના આત્માનું વદન કરે છે. ૧૭. પ્રશ્ન- શુદ્ધતા ત્રિકાળ દ્રવ્યમાં રહે છે અને અશુદ્ધતા પર્યાયમાં રહે છે. તો શું દ્રવ્ય ને પર્યાય એવી સીમાવાળા બે ભાગ દ્રવ્યમાં છે ? સમાધાન- દ્રવ્ય જે મૂળ વસ્તુ છે, તેમાં અશુદ્ધતા પેસી જાય તો દ્રવ્યના સ્વભાવનો નાશ થઈ જાય. મૂળ વસ્તુમાં કાંઈ અશુદ્ધતા પેસતી નથી, અશુદ્ધતા ઉપર ઉપર રહે છે. જેમ સ્ફટિક નિર્મળ છે તેની અંદરમાં લાલ-પીળું પેસી જાય તો સ્ફટિક જ રહે નહિ, પણ લાલ-પીળું ઉપર-ઉપરનાં પ્રતિબિંબો છે. સ્ફટિકમાં પ્રતિબિંબો ઉપર ઉપર રહે છે, પણ અંદરમાં પેસતાં નથી, મૂળમાં-તળમાં પ્રતિબિંબ જતું નથી. તેમ દ્રવ્ય પોતે શુદ્ધ રહે છે અને પર્યાય ઉપર-ઉપર રહીને તેમાં બધી મલિનતા થાય છે. આ મલિનતા અનાદિના કર્મનો સંયોગ અને પુરુષાર્થની નબળાઈને લઈને થાય છે. તેમાં મૂળ વસ્તુમાં શુદ્ધતા રહે છે અને પર્યાયમાં અશુદ્ધતા થાય છે. અનાદિથી વસ્તુ એવી છે. જેમ પાણી સ્વભાવે નિર્મળ છે, તેમાં કાદવના નિમિત્તે મલિનતા થાય છે. તો પણ મૂળમાંથી શુદ્ધતા જતી નથી. બધી મલિનતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com