SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮] | [ સ્વાનુભૂતિદર્શન સિંચન કરે તો તે પ્રગટ થાય. તેનો મૂળ સ્વભાવ ઓળખવો જોઈએ. આ સ્વભાવ છે અને આ વિભાવ છે-એમ વિભાવ-સ્વભાવનો ભેદ પાડીને સ્વભાવને ઓળખવો જોઈએ. ખરી લગની હોય તો કાર્ય આવ્યા વગર રહેતું જ નથી. માટે સ્વભાવ ઓળખવાનો જ પ્રયાસ કરવો, થાકવું નહિ. તેનો પ્રયાસ કરવાથી કાર્ય થાય છે અને તે જ સ્વભાવનું ખરું ગ્રહણ કરવાની રીત છે. ૧૯૨. પ્રશ્ન- જ્ઞાનીને પરિણતિ વ્યાપારરૂપ હોય છે, એવું આપ ફરમાવો છો; પણ તેનો અર્થ સમજાતો નથી ? સમાધાનઃ- વ્યાપારરૂપ પરિણતિ એટલે જ્ઞાયકતાની–ભેદજ્ઞાનની પરિણતિ. જ્ઞાનીને સ્વાનુભૂતિ થયા પછી સવિકલ્પદશામાં જેટલે અંશે જ્ઞાયકતા પ્રગટ થઈ છે તેટલી શાયકની ધારા વર્યા જ કરે છે. આખી દષ્ટિ તો અંખડ દ્રવ્ય ઉપર છે-દ્રવ્યને જ ગ્રહણ કરે છે. અને જ્ઞાન પણ તે તરફ વળેલું છે-અંશે પરિણતિ વળેલી છે, અને તેથી જ્ઞાયકતાની ધારા તો વર્યા જ કરે છે, ભેદજ્ઞાનની ધારા ક્ષણે ક્ષણે વર્યા જ કરે છે, તેના પુરુષાર્થની ધારા-પુરુષાર્થનો વ્યાપાર ચાલ્યા જ કરે છે. ગમે તેવા શુભ વિકલ્પ હોય તો પણ ભેદજ્ઞાનની ધારા-જ્ઞાતાની ધારા વર્યા જ કરે છે. કોઈવાર તેને સ્વાનુભૂતિ થાય કે કોઈવાર સવિકલ્પતામાં હોય; ગમે તે કાર્યમાં હોય કે ગમે તે વિકલ્પમાં હોય, પણ ભેદજ્ઞાનની ધારા-જ્ઞાયકની ધારા, અંશે શાંતિનું વેદન, જ્ઞાયકતા વગેરે બધું તેને કદી છૂટતું નથી. બધાથી ઊર્ધ્વ ને ઊર્ધ્વ, અને છૂટો ને છૂટો રહે છે, તેની જ્ઞાયકતા છૂટતી નથી. જાગતાં, ઊંઘતાં કે સ્વપ્નમાં પણ તેને જ્ઞાયકની ધારા એમ ને એમ ચાલ્યા જ કરે છે. ૧૯૩. પ્રશ્ન- ચોથા ગુણસ્થાને વધુમાં વધુ કેટલી ઝડપથી નિર્વિકલ્પદશા થઈ શકે ? સમાધાન - એ તો તેના પુરુષાર્થની યોગ્યતા હોય તે પ્રમાણે થાય છે. છઠ્ઠીસાતમાં ગુણસ્થાને ક્ષણ-ક્ષણમાં નિર્વિકલ્પદશા થાય છે. એવું તેને-ચોથા ગુણસ્થાનવાળાને- નથી થતું. ચોથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાને વિશેષ ઝડપ હોય છે, ચોથા ગુણસ્થાને તેને યોગ્ય હોય એટલી ઝડપ હોય છે. છઠ્ઠીસાતમાં ગુણસ્થાને ક્ષણ-ક્ષણમાં-અંતર્મુહૂર્તમાં થાય છે, એવી ઝડપથી ચોથા ગુણસ્થાને નથી થતું. બાકી તો તેના પુરુષાર્થની જેવી ગતિ હોય તે પ્રમાણે થાય છે, તેનો નિયમિત કાળ નથી હોતો. Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy