________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧૨૯ મુમુક્ષુ- કોઈ જીવ બહુ પુરુષાર્થી હોય તો? બહેનશ્રી:- કોઈ જીવ બહુ પુરુષાર્થી હોય તો તેની નિવૃત્તિ ને અંદર પરિણતિનીજ્ઞાયકની ઉગ્રતા પ્રમાણે થાય. પરિણતિ હોય તો તેને વિશેષ ઝડપથી થાય છે. આ રીતે કોઈને અમુક પ્રકારે થાય ને કોઈને અમુક પ્રકારે થાય, પણ ભૂમિકા ઓળંગીને નથી થતું, ભૂમિકા પ્રમાણે થાય છે. ૧૯૪. પ્રશ્ન- ચોથા ગુણસ્થાનમાંથી પાંચમું ગુણસ્થાન આવે તે જ્ઞાનીને કેમ ખબર પડે ? સમાધાન - તેની સ્વાનુભૂતિની દશા વધતી જાય છે, અંતરમાં પરિણતિની નિર્મળતા વધતી જાય છે, ગૃહસ્થાશ્રમને યોગ્ય જે પરિણામો હોય તેનાથી વિરક્તિનાં પરિણામ વિશેષ વધતાં જાય છે, એટલે તે પકડી શકે છે. ૧૯૫. પ્રશ્ન- પાંચમા ગુણસ્થાનમાં નિર્વિકલ્પદશા વધતી જાય છે? સમાધાન - (હા), નિર્વિકલ્પદશા વધતી જાય છે ને સવિકલ્પદશામાં પણ વિરક્તિ વધતી જાય છે. નિર્વિકલ્પદશા પણ વધે અને સવિકલ્પતામાં પણ વિરક્તિ વધારે હોય છે. ૧૯૬. પ્રશ્ન- ચોથા ગુણસ્થાનમાં અને ચોથા ગુણસ્થાનમાં પણ એવી રીતે ફેર પડતો હશે ને ? સમાઘાન- ચોથા ગુણસ્થાનની ભૂમિકા એક ને એક હોય, પણ અમુક પરિણતિની તારતમ્યતામાં ફેર હોય છે. ૧૯૭. પ્રશ્ન- કયા લક્ષણથી ખ્યાલ આવે કે આ સાચી મુમુક્ષુતા છે? સમાધાન - “માત્ર મોક્ષ અભિલાષ”—એક આત્માની જેને અભિલાષા છે, બીજી કોઈ અભિલાષા નથી; દરેક કાર્ય અને દરેક પ્રસંગની અંદર મારે એક આત્મા જ જોઈએ છે-એમ એક આત્મા જ જેને ધ્યેય છે અને જે કોઈ સંકલ્પ વિકલ્પરૂપ વિભાવો થાય તેમાં તન્મયતા નથી, પણ માત્ર આત્માની અભિલાષા જેને મુખ્યપણે વર્તે છે, તેને સાચી મુમુક્ષતા છે. જેને માત્ર આત્માની જ અભિલાષા છે કે મને આત્મા કેમ પ્રાપ્ત થાય? મને સ્વાનુભૂતિ કેમ પ્રાપ્ત થાય? ને જેને બહારના કોઈ પદાર્થોની ઇચ્છા કે અભિલાષા નથી તે બહારનાં બધાં કાર્યોમાં જોડાય, છતાં બધું ગૌણ હોય છે. તેને ધ્યેય માત્ર એક આત્માનું છે કે એક આત્મા કેમ પ્રાપ્ત થાય? જોકે દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા વગેરે બધું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com