________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[૨૫૫ છે તેને છોડીને-ભૂલીને પર્યાય તરફ બહાર ભમે છે તે મોટો દોષ છે. ૪૬૭. પ્રશ્ન:- “વચનામૃત ” ના એક બોલમાં આપ ફરમાવો છો કે મંદ પુરુષાર્થ કરે તો વાર લાગે, તીવ્ર પુરુષાર્થ કરે તો જલદી કાર્ય થાય. તો મંદ પુરુષાર્થ કોને કહેવાય ? તથા તીવ્ર પુરુષાર્થ કોને કહેવાય ? તે સમજાવવા કૃપા કરશોજી. સમાધાન-પુરુષાર્થ કરતાં-કરતાં જ્ઞાયકને યાદ કરે, પાછું તે ઢીલું પડી જાય ને મંદ થઈ જાય. ફરી જ્ઞાયકને યાદ કરે, વળી તેને ભૂલી જાય- આ બધો મંદ પુરુષાર્થ છે. બારમાં એ–બુદ્ધિ થઈ જાય, પાછો ફરી વિચાર કરીને ભેદજ્ઞાન કરે-આમ વારંવાર પુરુષાર્થ મંદ થાય ને તીવ્ર થાય. પણ હું તો જુદો તે જુદો જ છું એમ વારંવાર ઉગ્રપણે પ્રયાસ કરે તથા એકત્વબુદ્ધિ તોડવાનો ઉગ્રતાથી પ્રયત્ન કરે અને ધારાવાહી પુરુષાર્થ ચાલે તો તે ઉગ્ર પુરુષાર્થ છે. હું જ્ઞાયક તે જ્ઞાયક જ છું, કર્તા નથી; પર દ્રવ્ય સાથે મારે કોઈ સંબંધ નથી; વિભાવરૂપ જે વિકલ્પ આવે તેનાથી મારો સ્વભાવ જુદો છે; હું તો નિર્વિકલ્પ સ્વરૂપ છું; મારી પરિણતિમાં રાગાદિ થાય છે, પણ હું તેનાથી જુદો છું-મારું સ્વરૂપ જુદું છે-એમ દ્રવ્ય ઉપર જોરદાર દષ્ટિ કરીને જે તીવ્રતાથી–ઉગ્રતાથી ઊપડે છે, જેનો ઊપાડ ઉગ્રતાપૂર્વક છે, તેને કાર્ય જલદી થયા વગર રહે નહિ. પણ વચ્ચે વચ્ચે પુરુષાર્થ મંદ પડે છે તેથી વાર લાગે છે. જે પુરુષાર્થ ધારાવાહી ચાલે છે તેને ઉગ્ર પુરુષાર્થ કહેવાય છે. ૪૬૮. પ્રશ્ન- પુરુષાર્થ શરૂઆતમાં ઉગ્ર થઈને પછી મંદ થઈ જાય છે તો તેમાં એકસરખું ટકી રહે તે માટે શું કરવું? સમાધાન- શરૂઆતમાં બહુ ભાવના આવી જાય તેથી અથવા કોઈ વૈરાગ્યના પ્રસંગથી અંદર ભાવના આવી જતાં ઉગ્ર પુરુષાર્થ થઈ જાય છે. અહો! આ તો કંઈક નવું જ છે, ગુરુદેવે ઉપદેશ આપ્યો તેમાં કંઈક નવી જ વાત કરી, ગુરુદેવે જુદો જ માર્ગ બતાવ્યો. આમ તેને આશ્ચર્ય લાગતાં કે વૈરાગ્ય થતાં પુરુષાર્થમાં ઉગ્રતા આવી જાય છે, પણ થોડા વખત પછી પાછો પુરુષાર્થ ઢીલો પડી જાય છે. કાયમ એકસરખી ભાવના કે વૈરાગ્ય ટકી શકે નહિ તેથી પુરુષાર્થ ઉગ્ર અને મંદ થઈ જાય એમ થયા કરે છે. પણ વારંવાર તેની ઉગ્રતા જો ધારાવાહી ચાલ્યા કરે તો સ્વાનુભૂતિ સુધી પહોંચી શકે છે. કોઈવાર મહિમા કે વૈરાગ્યના પ્રસંગમાં ઉગ્રતા થઈ જાય છે, વળી પાછો પુરુષાર્થ ઢીલો પડી જાય છે. કેમ કે અનાદિનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com