________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન
૩૦ ]
ભવનો અંત થાય. ગુરુદેવે જ્ઞાયકને ઓળખવાનો માર્ગ બતાવ્યો છે તેને ઓળખે તો ભવનો અંત થાય. આત્માની મીઠાશ લાગવી જોઈએ. અંદરથી આત્માની મીઠાશ અને તેની જરૂરિયાત લાગે તો પુરુષાર્થ થાય. આત્માની મીઠાશ લાગતી નથી, અને બહારની મીઠાશ લાગે છે તો બહારનું મળે છે. અને જો આત્માની મીઠાશ લાગે છે તો આત્મા મળે છે. આત્માની મીઠાશ લાગતી નથી તો આત્મા કયાંથી મળે? તેને અંતરથી આત્માની અપૂર્વતા લાગવી જોઈએ. જેમ ભગવાન કોઈ જુદા છે તેમ મારો આત્મા ભગવાન જેવો છે-આમ ઓળખે તો આગળ
જવાય. ૩૦.
પ્રશ્ન:- શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતમાં આવે છે કે તું બીજું કાંઈ શોધ મા, એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દે, પછી તને જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. તેની વિશેષ સ્પષ્ટતા સમજાવવા કૃપા કરશો. સમાધાનઃ- તત્ત્વને જેણે ગ્રહણ કર્યું છે, સ્વાનુભૂતિ જેણે પ્રગટ કરી છે, માર્ગ જેણે પ્રગટ કર્યો છે, અને જેઓ માર્ગને જાણે છે એવા એક સત્પુરુષને ગોત, તેઓ તને બધું કહેશે. તને અંતરથી કાંઈ સમજાતું નથી તો સત્પુરુષને શોધ અને પછી સત્પુરુષ જે બધું કહે છે તેનો આશય ગ્રહણ કરી લે.
મોક્ષ મા૨ી પાસેથી લેજે એટલે કે તને મોક્ષ મળવાનો જ છે, સત્પુરુષને તેં ગ્રહણ કર્યા અને ઓળખ્યા તો તને માર્ગ મળવાનો જ છે, મોક્ષ પ્રગટ થવાનો જ છે. માટે ‘મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.' તેનો અર્થ એ છે કે તને મોક્ષ મળવાનો જ છે.
અનંતકાળથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું નથી, તેને દેવ-શાસ્ત્ર કે ગુરુ મળે અને પોતાનું ઉપાદાન તૈયાર હોય તો પ્રાપ્ત થાય. એવો નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. અંતરથી દેશનાલબ્ધિ પ્રગટ થાય એટલે અવશ્ય સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય. સમ્યગ્દર્શન થાય છે પોતાના ઉપાદાનથી, પણ નિમિત્ત સાથે એવો સંબંધ હોય છે. માટે તું એક સત્પુરુષને ગોત, તેમાં તને બધું જ મળી રહેશે. સત્પુરુષ તને મળે અને માર્ગ પ્રાપ્ત થાય વિના રહે તેવું બનતું નથી, અવશ્ય માર્ગ પ્રાપ્ત થાય જ. કારણ કે સત્પુરુષ પ્રત્યે તને ભક્તિ અને અર્પણતા આવી છે તથા તેં સત્પુરુષને ઓળખ્યા છે તો તને આત્મા ઓળખાયા વગર રહેશે જ નહિ.
જે ભગવાનને ઓળખે તે પોતાને ઓળખે અને પોતાને ઓળખે તે ભગવાનને
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com