________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન
૬૬ ]
જૈસા સિદ્ધભગવાનકા આનંદ હૈ ઐસા આંશિક આનંદ સમ્યગ્દષ્ટિકો પ્રગટ હોતા હૈ ઔર સાથમેં વિકલ્પ ભી હોતા હૈ. અંશે આનંદ ગૃહસ્થાશ્રમમેં ભી રહતા હૈ. જ્ઞાનીને શ્રદ્ધા કર લિયા, ઐસે માત્ર શ્રદ્ધારૂપ વેદન નહિ હોતા, લેકિન પરિણમનરૂપ વેદન ભી હોતા હૈ. ૭૨.
પ્રશ્ન:- ઉદય આવે ત્યારે શું કરવું?
સમાધાનઃ- ઉદય આગળ કોઈ ઉપાય નથી. (ઉદયને કોઈ ટાળી શકતું નથી.) માટે શાંતિ રાખવી, સમાધાન કરવું.
મુનિને રોગ થયો. દેવે કહ્યું, તમારો રોગ મટાડી દઉં. તો મુનિરાજ કહે કે જે ઉદય આવવાનો હોય તે ભલે આવે. સનતકુમાર ચક્રવર્તી મુનિદશામાં આત્માની સાધના કરતા હતા ત્યારે તેમની જેવાને પણ રોગ આવ્યો હતો. તો, આ પંચમકાળના જીવો તો શું હિસાબમાં? ઉદય આવે તેનો કોઈ ઉપાય નથી. એક જ ભાવના રાખવી કે એક આત્મા જ જોઈએ છે. જન્મ-મરણ કરતાં કરતાં અનંત ભવ કર્યા. હવે ભવનો અભાવ થાય એવી ભાવના કરવી. ચોથા કાળમાં પણ રોગ આવતા હતા. માટે ઉદય સામું જોવાનું છોડી દઈને પોતાના આત્માની સાધના કરી લેવી. ૭૩.
પ્રશ્ન:- આવો યોગ મળવા છતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ અને દેહ છૂટી ગયો તો જીવ ખોવાઈ જાય એવું બને ખરું?
સમાધાનઃ- સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય, છતાં જો ચૈતન્યની ઊંડી ભાવના હોય અને પોતાને યથાર્થ લગની ઊંડાણથી લાગી હોય તો, જીવ ગમે ત્યાં જાય તો પણ, પુરુષાર્થ થઈ શકે તેવો અવકાશ રહે છે. પરંતુ જો ઊંડા સંસ્કાર ન હોય તો તે ભૂંસાઈ જાય છે. ઊંડા સંસ્કાર અને તીવ્ર ભાવના હોય કે મારે આત્મા જ જોઈએ છે તો જીવ ગમે ત્યાં જાય તો પણ, પુરુષાર્થ પ્રગટ કરવાનો અવકાશ રહે છે. ૭૪.
પ્રશ્ન:- ઊંડા સંસ્કાર કોને કહીએ?
સમાધાનઃ- એક જ્ઞાયક જ મારે જોઈએ છે, બીજું કાંઈ મારે જોઈતું નથી એવી તીવ્ર ભાવના રહ્યા કરતી હોય તે ઊંડા સંસ્કાર છે. આનંદનું ધામ, એવો એક જ્ઞાયક આત્મા જ જોઈએ છે, વિકલ્પ આદિ કાંઈ જોઈતું નથી. એવી ઊંડી ચિ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com