________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર]
[ સ્વાનુભૂતિદર્શન સાચી ભક્તિ કોને કહેવાય? કે તેમાં જ્ઞાયકની ભક્તિ ભેગી આવે. એકલી બાહ્ય ભક્તિ તે સાચી ભક્તિ નથી. જ્ઞાનપૂર્વક ભક્તિ હોવી જોઈએ. પર. પ્રશ્ન- જ્ઞાનીને શુભ રાગ આવે છે તેમાં ખટક લાગે છે તો શુભ રાગમાં તે જોડાય છે કે નથી જોડાતો ? સમાધાનઃ- જ્ઞાની શુભરાગમાં જોડાય છે, ત્યારે પણ ભેદજ્ઞાન વર્તે છે. પોતાના પુરુષાર્થની નબળાઈને લઈને રાગમાં જોડાઈ જવાય છે, અર્થાત્ અંદર લીન નથી થવાતું એટલે શુભરાગમાં જોડાય છે. પણ તે શુભરાગ આવે છે તેની સાથે સાથે ભેદજ્ઞાનની ધારા વર્તે છે, તેથી જ્ઞાયક જુદો રહે છે. જ્ઞાની શુભરાગમાં એવો તન્મય નથી થતો કે જ્ઞાયકને ભૂલી જાય. જ્ઞાયકપણે જુદો રહીને શુભરાગ આવે છે. આ શુભરાગ આવે છે, પણ હું તો જુદો જ છું. તે વિભાવ તરફનો ભાગ છે અને મારા જ્ઞાયકનો ભાગ-મારા સ્વઘરનો ભાગ-તેનાથી જુદો છે. આ શુભરાગ વિભાવનું ઘર છે, તે મારાથી જુદું છે-એમ જ્ઞાનીને બરાબર જ્ઞાન છે માટે રાગથી જુદો રહે છે, એકત્વ થતો નથી ને આકુળ-વ્યાકુળ પણ થતો નથી. તેને બીજાં કરતાં ઉત્સાહ ઘણો દેખાય, પણ અંતરમાં જુદો જ રહે છે. તેમાં એવો એકત્વ અને તન્મય થતો નથી કે પોતાને ભૂલી જાય. જુદો રહે છે, છતાં હું જુદો-હું જુદો એમ ઘડીએ ઘડીએ વિકલ્પ નથી કરતો, પણ તેની ધારા જ જુદી વર્તે છે. પ૩. પ્રશ્ન- શાયકના જે સંસ્કાર પડે છે તે એકવાર જરૂર જવાબ દેશે ? સમાધાન - ગુરુદેવે દેશના આપી અને જ્ઞાયકના જે સંસ્કાર પડ્યા તે અંદરથી છૂટતા નથી. પોતાની ભાવના હોય અને તે તરફ પોતાની પરિણતિ જાતી હોયતેને ઇચ્છતો હોય તો તે પ્રગટ થયા વગર રહે નહિ. પોતે જ છે, કોઈ બીજો નથી. પરદ્રવ્યની ઇચ્છા હોય તો તે પોતાના હાથની વાત નથી, પણ આ તો સ્વદ્રવ્ય પોતે જ છે. પોતે જ સ્વદ્રવ્યને ઇચ્છતો હોય તો તે પ્રગટ થયા વગર રહે જ નહિ. એક શુભભાવ આવે તેનાં એવાં પુણ્ય બંધાય છે કે તેનાથી જે પર છેબહાર છે એવા દેવ-શાસ્ત્ર-ગુરુ પણ મળી આવે છે, તો પછી અંતરની સાચી ભાવના હોય તો જ્ઞાયકદેવ કેમ મળી ન આવે !!
સાચી ભાવના ફળ્યા વગર રહેતી જ નથી. લૌકિક ઇચ્છા હોય તે જુદી જ વાત છે, તે પાપની વાત છે. તે પ્રમાણે બહારમાં ન પણ મળે. શુભભાવમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com