________________
[૩૦૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] દેવ-શાસ્ત્ર-ગુરુ નિમિત્તરૂપે હાજર હોય છે. અનાદિન નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એવો છે કે અનાદિથી જે પોતે સમજ્યો નથી તે પહેલીવાર સમજે ત્યારે દેશનાલબ્ધિ હોય છે અને તેમાં દેવ કે ગુરુનું પ્રત્યક્ષ નિમિત્તપણું હોય છે. કાર્ય પોતાથી જ થાય છે, પણ નિમિત્ત-ઉપાદાનનો સંબંધ હોય છે. અનાદિ મિથ્યાદષ્ટિને પહેલાં દેશનાલબ્ધિ થાય છે અને તે કાળે દેવ કે જ્ઞાની ગુરુ પ્રત્યક્ષ નિમિત્ત હોય છે. માટે પ્રત્યક્ષનો ઉપકાર કહેવામાં આવે છે.
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ” તે વાત શ્રીમદ્જીએ લીધી છે. પ્રત્યક્ષનો ઉપકાર છે. અનાદિથી પોતે ચૈતન્યદ્રવ્ય શુદ્ધ હોવા છતાં, જ્યારે તેની પર્યાય પલટવાનો પુરુષાર્થ હોય ત્યારે દેવ-ગુરુ નિમિત્ત હોય છે. એવો નિમિત્તઉપાદાનનો સંબંધ હોય છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર હોવા છતાં આવો નિમિત્તઉપાદાનનો સંબંધ હોય છે. આ રીતે પર્યાયમાં નિમિત્ત-નૈમિત્તિકનો કેવો સંબંધ છે તે જ્ઞાનમાં રાખીને, દષ્ટિ તેના દ્રવ્ય ઉપર હોય છે. જેમ જ્ઞાનનય અને ક્રિયાયની મૈત્રી છે તેમ દષ્ટિ અને જ્ઞાન મૈત્રીથી કામ કરે છે. ૫૪૦. પ્રશ્ન- મુનિરાજ અહીંથી દેવગતિમાં જાય તો ત્યાં પરિણતિની ગાઢપતામાં શું ફેર પડી જાય? સમાધાન - ગાઢપતામાં ફેર પડી જાય. ગુણસ્થાન પલટાઈ ગયું, મુનિદશા છૂટી ગઈ. દેવગતિની સાથે એવો સંબંધ છે કે મુનિદશા રહે નહીં. આ તો ક્ષયોપશમ ચારિત્રદશા હતી, પુરુષાર્થની ધારા ક્ષયોપશમ હતી એટલે પલટાઈ ગયું છે. પણ મુનિરાજે અંદર શુદ્ધોપયોગરૂપ મુનિદશા પ્રગટ કરી હતી તે દશા નિષ્ફળ જતી નથી. બીજા મનુષ્યભવમાં પુરુષાર્થ કરે એટલે પરિણતિ સહજ પ્રગટ થઈ જાય છે. અહીં જે ગાઢપતા કરીને ચારિત્રદશા પાળી છે તે દેવલોકનો ભવ પૂરો થતાં બીજા ભવમાં પુરુષાર્થ કરે એટલે પાછી તે દશા આવી જાય છે. દેવલોકનો તો પ્રકાર જ એવો છે કે ત્યાં મુનિપણું લઈ શકાતું જ નથી, મુનિદશા આવતી જ નથી. શુભભાવથી જે પુણ્ય બંધાયું તેના કારણે દેવલોકનો ભવ વચ્ચે આવી જાય છે.
મુનિદશામાં કેવળજ્ઞાન ન થયું અને વચ્ચે શુભભાવના કારણે દેવલોકનું આયુષ્ય બંધાયું તેથી ત્યાં રોકાવાનું બની જાય છે. અહીં એકદમ પુરુષાર્થની જે ધારા ચાલતી હતી તેમાં વચ્ચે શુભભાવને લઈને સાધકદશાનો, વિસામાનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com