________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૬૮ ]
[ સ્વાનુભૂતિદર્શન
ચૈતન્ય દ્રવ્ય સામાન્ય છે તેમાં ગુણના ભેદ કે પર્યાયના ભેદ દષ્ટિ સ્વીકારતી નથી. જ્ઞાન બધું જાણે છે. દ્રવ્યમાં અનંત ગુણ છે, દ્રવ્ય-ગુણ-પર્યાયથી ભરેલું તત્ત્વ છે. તેને ઓળખી લેવું ને દૃષ્ટિ એક સામાન્ય ઉ૫૨ ક૨વી. વિકલ્પ તોડીને, શુભાશુભ વિકલ્પજાળથી જુદું નિર્વિકલ્પ તત્ત્વ છે તેને ઓળખીને સ્વાનુભૂતિના માર્ગે જવું. ૭૮.
પ્રશ્ન:- દ્રવ્ય ગુણભેદને પણ સ્પર્શતું નથી, તો શું તેમાં ગુણો નથી ?
સમાધાનઃ- ભેદ ઉપર દૃષ્ટિ આપવાથી વિકલ્પ ઊઠશે, માટે ભેદ ઉપ૨થી ષ્ટિને ઉઠાવી લે. પણ તેથી કરીને દ્રવ્યમાં ગુણ નથી અને પર્યાય પણ નથી એવો તેનો અર્થ નથી. દ્રવ્યમાં જો ગુણ-પર્યાય ન હોય તો વેદન કોનું? સ્વાનુભૂતિ કોની ? જ્ઞાન-આનંદ આદિ અનંત ગુણ કોના ? દ્રવ્ય ભેદને સ્પર્શતું નથી માટે દ્રવ્યમાં કાંઈ છે જ નહીં એમ માને તો દ્રવ્ય એકલું સામાન્ય-કૂટસ્થ-શૂન્ય છે તેમ તેનો અર્થ થઈ જાય. કઈ અપેક્ષાએ કહ્યું છે તે સમજવું જોઈએ. દૃષ્ટિના બળથી આગળ જવાય છે પણ તેથી દ્રવ્યમાં કાંઈ છે જ નહીં એવો અર્થ નથી.
સિદ્ધ ભગવાન પણ અનંત ગુણની અનંત પર્યાયમાં બિરાજે છે, તેમને અનંતી પર્યાયો સમયે-સમયે પ્રગટયા કરે છે, અગુરુલઘુરૂપે પણ પરિણમી રહ્યા છે, તેવો જ વસ્તુનો સ્વભાવ છે. પણ તું ભેદ ઉ૫૨ દૃષ્ટિ ન કર. ગુણભેદમાં રોકાવાથી તું આગળ નહીં જઈ શકે, તેથી એક સામાન્ય મૂળ વસ્તુના અસ્તિત્વ ઉપર લક્ષ કર તેમ કહે છે. જો બધું કાઢી નાખીશ તો તત્ત્વ શૂન્યાકાર થઈ જશે, પણ એવું વસ્તુનું સ્વરૂપ નથી. ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ તત્ત્વ છે. “ઉત્પાદ-વ્યયધ્રુવ યુક્તમ્ સત્” તેવું દ્રવ્યનું સ્વરૂપ છે. ૭૯.
પ્રશ્ન:- આત્માનો અનુભવ કરવાની ભાવના હોવા છતાં, આત્માનો આનંદ કેમ આવતો નથી ?
સમાધાનઃ- પુરુષાર્થ કરતો નથી. ભાવના છે પણ સ્વભાવરૂપે પરિણમીને આગળ જવું જોઈએ તેમ જતો નથી, પોતે તે રૂપે પરિણમન કરવું જોઈએ. જ્ઞાતાધારા પ્રગટ કરી, કર્તાબુદ્ધિ છોડી શાયકરૂપે પરિણમે તો આનંદ પ્રગટે; પણ જ્ઞાયકરૂપે પરિણમતો નથી. એકત્વબુદ્ધિ વિભાવ સાથે છે તો પછી આનંદરૂપે કયાંથી પરિણમે ? ભાવના હોય, પણ ભાવના પ્રમાણે કાર્ય કરતો નથી. ૮૦. પ્રશ્ન:- આપ ટૂંકું કહો ને ? ગોથાં બહુ ખવાય છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com